બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરાના વધુ 3 કેસની ગુજરાતના આ જિલ્લામાં એન્ટ્રી, આરોગ્ય તંત્રમાં દોડધામ

સતર્ક / ચાંદીપુરાના વધુ 3 કેસની ગુજરાતના આ જિલ્લામાં એન્ટ્રી, આરોગ્ય તંત્રમાં દોડધામ

Published By: Priykant Shrimali

Last Updated: 02:57 PM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Chandipura Virus : આ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં

Gujarat Chandipura Virus : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરમાંથી બે અને દ્વારકા જિલ્લામાંથી એક બાળકને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય બાળકોમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

ત્રણેય બાળકોની હાલત ગંભીર

જી.જી. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ. સોનલ શાહના જણાવ્યા અનુસાર, હાલ ત્રણેય બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી જરૂરી સારવાર શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટે અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી જરૂરિયાત મુજબ સારવાર આપવામાં સરળતા રહે.

રિપોર્ટની રાહ, સારવાર ચાલુ

આરોગ્ય વિભાગે બાળકોના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. ત્યાં સુધી તબીબો સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી સારવાર આપી રહ્યા છે.

લોકોને શું સલાહ અપાઈ?

ડૉ. સોનલ શાહે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બાળકોને માખીના ઉપદ્રવથી બચાવવા માટે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

જો બાળકમાં નીચેના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

  • તાવ આવવો
  • ખેંચ (ફિટ્સ) આવવી
  • વારંવાર ઉલટી થવી
  • ચક્કર આવવા
  • અચાનક બેભાન જેવી સ્થિતિ સર્જાવી

આ પણ વાંચો : નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, જો દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો જી.જી. હોસ્પિટલમાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar News GG Hospital Chandipura Virus

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ