બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓએ 11 ડિસેમ્બર સુધી રહેવું સાવધાન

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓએ 11 ડિસેમ્બર સુધી રહેવું સાવધાન

Last Updated: 04:26 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વખતે શનિ વક્રી થઈને મીન રાશિમાં 11 ડિસેમ્બર સુધી રહેશે, જેનાથી મેષ, મિથુન, સિંહ, કન્યા અને મીન રાશિના જાતકોએ વધુ સાવધાની રાખવી પડશે.

1/8

photoStories-logo

1. શનિ વક્રી

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે. શનિદેવ 27 જુલાઈએ મીન રાશિમાં વક્રી થઈ ગયા છે અને 11 ડિસેમ્બર 2026 સુધી આ ઊલટી ચાલમાં જ રહેશે. વક્રી શનિના કારણે અનેક જાતકોના બનતા કામ અટકી શકે છે, આર્થિક તંગી આવી શકે છે અને માનસિક તણાવ વધી શકે છે. ખાસ કરીને 5 રાશિઓ માટે આ સમયગાળો ખૂબ જ સાવચેતીનો છે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. મેષ

મેષ રાશિના જાતકો માટે વક્રી શનિ આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે મોટી ચેલેન્જ લાવી શકે છે. અચાનક મોટા ખર્ચા થઈ શકે છે જેનાથી બજેટ બગડી જશે. ઓફિસમાં સાથીદારો કે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. 11 ડિસેમ્બર સુધી પૈસાના મામલે કોઈ જોખમ ન લેવું અને નવું રોકાણ કરવાનું ટાળવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મિથુન

આ રાશિના લોકોએ આ સમયે તંદુરસ્તી અને વર્ક પ્લેસ પર વધુ ધ્યાન આપવું પડશે. બનતા કામમાં મોડું થઈ શકે છે. કામના ચક્કરમાં અત્યંત દોડાદોડીથી શારીરિક તેમજ માનસિક થાક લાગશે. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. ખોરાકનું ધ્યાન રાખો અને વિવાદોથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સિંહ

આ રાશિના જાતકો માટે આ સમય પારિવારિક અને લેવડ-દેવડના મામલામાં સાવધાનીનો છે. ઘરમાં કોઈ વાતને લઈને તણાવ કે અણબનાવ થઈ શકે છે. વ્યવસાય કરતા લોકોને છુપા શત્રુઓ કે વિરોધીઓથી નુકસાન થવાની આશંકા છે. વાણી પર કાબૂ રાખો, ગુસ્સામાં આવવાનું ટાળો અને નાણાકીય વ્યવહારમાં ડોક્યુંમેન્ટેશન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કન્યા

આ રાશિવાળાઓ માટે વક્રી શનિ કરિયર અને વૈવાહિક જીવનમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. જીવનસાથી સાથે વાતચીતની કમીથી ગેરસમજ વધી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળે વધારાની જવાબદારીનો બોજ ઊઠાવવો પડી શકે છે. ધીરજ રાખો અને પાર્ટનર સાથે વાત કરીને મુદ્દાઓ સોલ્વ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મીન

શનિદેવ મીન રાશિમાં જ વક્રી થવાના છે આથી આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર પડશે. મનમાં અજાણ્યો ભય, ચિંતા કે નિર્ણય ન લઈ શકવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. ખૂબ મહેનત કરવા છતાં પરિણામમાં મોડું થઈ શકે છે. કોઈ પર પણ આંખ મીંચીને વિશ્વાસ ન કરો. નિયમિત પોતાની યોજનાઓની સમીક્ષા કરતા રહો અને તણાવથી દુર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. અશુભ પ્રભાવને ઘટાડવાના ઉપાય

નિયમિત હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો. હનુમાનજીની પૂજાથી શનિના કષ્ટ શાંત થાય છે. શનિવારે કોઈ જરૂરિયાતમંદને કાળા તલ, ઉડદની દાળ, કાળા કપડા કે સરસિયાના તેલનું દાન કરો. દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. ऊं शं शनैश्चराय नमः નો 108 વાર જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Saturn Gemini
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ