બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઇલેક્ટ્રિક બાઇક માર્કેટમાં મોટો ધમાકો: શાનદાર કિંમત સાથે આવી શાનદાર Avore EX સિરીઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:21 PM, 29 July 2026
1/6
ભારતીય ઇલેક્ટ્રિક મોટરસાઇકલ માર્કેટમાં એક નવા પ્લેયરની એન્ટ્રી થઈ છે અને આ કંપનીએ એક-બે નહીં પરંતુ એકસાથે 3 નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરી દીધા છે. ગુજરાત બેઝ્ડ સમર્થ ઇ-મોબિલિટીના ઇવી બ્રાન્ડ 'એવોર્ ઇલેક્ટ્રિક' (Avore Electric) એ પોતાની EX સિરીઝની 3 ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રજૂ કરી છે, જે શાનદાર લુક, મોડર્ન ફીચર્સ, ઉત્તમ સેફ્ટી અને કમ્ફર્ટની સાથે 260 કિલોમીટર સુધીની સિંગલ ચાર્જ રેન્જથી સજ્જ છે. આ બાઇકને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અનવીલ કરવામાં આવી હતી.
2/6
એવોર્ ઇલેક્ટ્રિકે પોતાની પહેલી સ્વદેશી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 'એવોર્ ઇલેક્ટ્રિક EX' ને ઇન્ટ્રોડક્ટ્રી એક્સ-શોરૂમ પ્રાઇસ સાથે રજૂ કરી છે.. EX 1 (બેઝ વેરિઅન્ટ): ₹1,24,999, EX 2 (મિડ વેરિઅન્ટ): ₹1,49,999, EX 2S (ટોપ વેરિઅન્ટ): ₹1,69,999. આ કિંમતો પહેલા 10,000 ગ્રાહકો માટે લાગુ છે અને ત્યારબાદ કિંમતમાં ₹10,000 નો વધારો થશે. ગ્રાહકો આ બાઇકને માત્ર ₹799 ની ટોકન રકમ સાથે કંપનીની વેબસાઇટ પર બુક કરી શકે છે, અને તેની ડિલિવરી બુકિંગના 2 મહિના પછી શરૂ થશે.
3/6
Avore EX સિરીઝનું ડિઝાઇનિંગ ખૂબ જ મોડર્ન, સ્પોર્ટી અને મસ્ક્યુલર છે. યુવાનોની પસંદગીને ધ્યાનમાં રાખીને તેને પેટ્રોલ બાઇક જેવો લુક આપવામાં આવ્યો છે. તેમાં સ્પોર્ટી નેકેડ સ્ટ્રીટ ફાઈટર ડિઝાઇન, શાર્પ બોડી પેનલ્સ, એલઇડી પ્રોજેક્ટર હેડલાઇટ અને યુનિક ડીઆરએલ (DRLs) આપવામાં આવ્યા છે. આ બાઇક સ્ટેલાઇટ બ્લુ, મેટેરો રેડ અને સ્ટેલર બ્લેક જેવા કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે. બેઝ વેરિઅન્ટમાં સિંગલ-ટોન ફિનિશ મળે છે, જ્યારે મિડ અને ટોપ વેરિઅન્ટ્સમાં ડ્યુઅલ-ટોન ફિનિશ જોવા મળે છે.
4/6
આ મોટરસાઇકલ્સમાં 3.24 kWh થી લઈને 5 kWh સુધીનું બેટરી પેક આપવામાં આવ્યું છે, જે કંપનીના દાવા મુજબ 160 કિલોમીટરથી લઈને 260 કિલોમીટર સુધીની આઈડીસી (IDC) રેન્જ આપવા સક્ષમ છે. ચાર્જિંગ માટે તેમાં 1500W નો ઓનબોર્ડ ફાસ્ટ ચાર્જર મળે છે, જેને સામાન્ય ઘરના 5A અથવા 15A સોકેટથી જોડી શકાય છે. બેટરી માત્ર 2 કલાકમાં 20% થી 80% અને લગભગ 4 કલાકમાં 0% થી 100% ફૂલ ચાર્જ થઈ જાય છે. બેટરી પર 5 વર્ષ અથવા 60,000 કિલોમીટરની વોરંટી મળે છે.
5/6
Avore EX સિરીઝમાં રેઅર-અર્થ-ફ્રી પરમાણુ મેગ્નેટ સિન્ક્રોનસ મોટર (PMSM) આપવામાં આવી છે, જે વેરિઅન્ટના આધારે 7.5 kW થી 10.5 kW સુધીની મહત્તમ પાવર અને 250 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. ટોપ વેરિઅન્ટ EX 2S મહત્તમ 114 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડી શકે છે, જ્યારે અન્ય વેરિઅન્ટ્સ 100 Kmph ની ઝડપ સુધી જાય છે.
6/6
આ બાઇક સેન્ટરમાં 7 ઇંચના ડિજિટલ કન્સોલ સાથે આવે છે. ટોપ વેરિઅન્ટમાં 7 ઇંચની સ્મૂથ ટીએફટી ટચસ્ક્રીન મળે છે, જે એઆઈ સોફ્ટવેર સ્ટેક (Avore Sense OS) પર કામ કરે છે. આમાં એક ખૂબ જ રસપ્રદ ફીચર Horn Score (હોર્ન મીટર) આપેલું છે, જે રાઇડરને વધુ જવાબદાર બનાવવામાં મદદ કરે છે. તમે જેટલીવાર હોર્ન દબાવો છો, સ્ક્રીન પર તે કાઉન્ટર વધે છે અને તેના આધારે તમારો RideScore નક્કી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
Petrol-Diesel Price Hike / યુદ્ધ અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહ્યું છે, પરંતુ બરબાદ પાકિસ્તાન થઈ ગયું, લેવો પડ્યો આ નિર્ણય
ટોપ સ્ટોરીઝ