બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 20માં થશે મોટા ફેરફાર, કાચ જેવી બોડી, અંડર-ડિસ્પ્લે કેમેરા અને શાનદાર ફિચર્સ જોવા મળશે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / iPhone 20માં થશે મોટા ફેરફાર, કાચ જેવી બોડી, અંડર-ડિસ્પ્લે કેમેરા અને શાનદાર ફિચર્સ જોવા મળશે

Last Updated: 04:58 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એપલ (Apple) માટે વર્ષ 2027 અત્યંત ખાસ બની રહેવાનું છે, કારણ કે આ વર્ષે આઇફોન (iPhone) ના લોન્ચિંગના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 20મી વર્ષગાંઠના આ ખાસ પ્રસંગે કંપની પોતાના આગામી આઇફોનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડિઝાઇન બદલાવ લાવી શકે છે.

1/5

photoStories-logo

1. iPhone 20માં થશે મોટા ફેરફાર, કાચ જેવી બોડી, અંડર-ડિસ્પ્લે કેમેરા અને શાનદાર ફિચર્સ જોવા મળશે

છેલ્લા કેટલાક વર્ષોથી એપલના આઇફોનની ડિઝાઇનમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી અને કંપની દર વર્ષે નાના-મોટા અપડેટ્સ જ આપે છે. જોકે, એપલ ચાહકો iPhone X જેવા ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે કંપનીએ સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીની ડિઝાઇન જ બદલી નાખી હતી. અહેવાલો મુજબ, વર્ષ 2027 માં આઇફોન લોન્ચના 20 વર્ષ પૂરા થવા પર કંપની iPhone X જેવો જ વધુ એક મોટો સીમાચિહ્નરૂપ બદલાવ લાવી શકે છે. હાલમાં આ આગામી ફોનને સત્તાવાર નામ મળ્યું નથી, પરંતુ લોકો તેને iPhone 20 તરીકે સંબોધી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સંપૂર્ણપણે ગ્લાસ જેવો લુક (All-Glass Design)

સૌથી મોટો ચર્ચાનો વિષય આ ફોનની ડિઝાઇન છે. રિપોર્ટ્સ અનુસાર, એપલ એક એવા આઇફોન પર કામ કરી રહ્યું છે જેમાં ચારેય તરફ વળેલી ગ્લાસ બોડી (Curved Glass Body) હશે. ડિસ્પ્લેની ચારેય બાજુ અત્યંત પાતળા અથવા નહિવત બોર્ડર (Bezels) હશે, જેથી આખો ફોન માત્ર સ્ક્રીન અને કાચનો જ બનેલો હોય તેવો અનુભવ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ડાયનેમિક આઇલેન્ડ થઈ શકે છે ગાયબ

iPhone 14 Pro થી કંપની ડાયનેમિક આઇલેન્ડ (Dynamic Island) નો ઉપયોગ કરી રહી છે. પરંતુ નવી લીક્સનું દાવો છે કે 2027 ના મોડેલમાં ફેસ આઇડી (Face ID) અને ફ્રન્ટ કેમેરા બંને ડિસ્પ્લેની અંદર (Under-Display) આપવામાં આવી શકે છે. જેના કારણે સ્ક્રીન પર કોઈ નોચ કે કટઆઉટ દેખાશે નહીં અને આગળનો આખો ભાગ માત્ર સ્ક્રીન જેવો જ દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેમેરા અને બટન્સમાં મોટા ફેરફાર

કેટલીક રિપોર્ટ્સ અનુસાર એપલ પહેલીવાર 200 મેગાપિક્સલનો મેઇન કેમેરા આપી શકે છે. આ સાથે કેમેરા ડિઝાઇન અને ઇમેજ પ્રોસેસિંગમાં પણ મોટા અપગ્રેડ્સ જોવા મળશે. ફિઝિકલ બટનોની જગ્યાએ હેપ્ટિક બટનો આપવામાં આવી શકે છે, જે વાસ્તવિક બટન દબાવવાનો અનુભવ આપશે પરંતુ તે હલશે નહીં. આનાથી ફોનની વોટર રેસિસ્ટન્સ ક્ષમતા અને મજબૂતી વધુ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ફોલ્ડેબલ આઇફોનની પણ તૈયારી

બ્લૂમબર્ગ અને અન્ય રિપોર્ટ્સ અનુસાર, એપલ આગામી વર્ષોમાં પોતાની આઇફોન લાઇનઅપમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. 2026 માં કંપની પોતાનો પહેલો ફોલ્ડેબલ આઇફોન (Foldable iPhone) લોન્ચ કરી શકે છે, અને ત્યારબાદ 2027 માં 20મી વર્ષગાંઠ પર આ ખાસ આઇફોન રજૂ કરાશે. નોંધનીય છે કે આ તમામ વિગતો ઇનસાઇડર લીક્સ અને સપ્લાય ચેઇનની માહિતી પર આધારિત છે, કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iPhoneRedesign iPhone20 Apple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ