બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત, આરોગ્ય વિભાગની 47 ટીમો સર્વેમાં જોડાઈ
Last Updated: 10:41 AM, 3 August 2026
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ ફરી એકવાર ચિંતાજનક બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાનપુર ગામમાં 10 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતાં આરોગ્ય વિભાગમાં ચિંતા વ્યાપી છે.
ADVERTISEMENT
વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયો
મળતી માહિતી મુજબ, બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.
ADVERTISEMENT
આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાનપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ દર્દીઓની ઓળખ, આરોગ્ય તપાસ અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ તાવ, ઉલટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. ઉપરાંત બાળકોની ખાસ કાળજી રાખવા અને સ્વચ્છતા જાળવવા પણ સૂચના આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
કેવી રીતે ફેલાય છે આ વાયરસ
ADVERTISEMENT
આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.
આ પણ વાંચોઃ પાવાગઢના માઈભક્તો માટે મહત્વના સમાચાર: આજથી 6 દિવસ સુધી રોપ-વે સેવા બંધ, આ તારીખથી ફરી શરૂ થશે
આ વાયરસથી બચવા શું કરવું
વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.