બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અઠવાડિયામાં બીજી વાર વંદે ભારત ટ્રેનથી પહોંચ્યું હૃદય, ભરૂચના 22 વર્ષીય યુવકના અંગદાનથી અનેકને નવજીવન
Last Updated: 11:58 AM, 3 August 2026
અંકલેશ્વરની શક્તિકેમ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો અતુલ પટેલ 29 જુલાઈના રોજ નોકરી પરથી પરત ફરતી વખતે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર અર્થે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તા. 1 ઓગસ્ટના રોજ તબીબોની ટીમે તેને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
ADVERTISEMENT

અંગદાનની પ્રક્રિયામાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ
ADVERTISEMENT
હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી અતુલની માતા રંજનબેન, ભાઈ દીપક તથા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ સ્વજન ગુમાવવાના ભારે દુઃખ વચ્ચે પણ અંગદાનની સંમતિ આપી હતી. માતાએ ભાવુક થઈ જણાવ્યું કે, શરીર તો રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા દીકરાના અંગોથી કોઈને નવજીવન મળતું હોય તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. અંગદાનની પ્રક્રિયામાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે.
ADVERTISEMENT
મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રયાસોથી ખાસ સ્ટોપેજ આપવામાં આવ્યું
ADVERTISEMENT
દાનમાં મેળવાયેલા હૃદયને સમયસર અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડવા માટે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી દેશમાં સૌપ્રથમ વખત વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર સ્ટેશને ખાસ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. રેલવે તંત્રના સહયોગથી હૃદયને સુરક્ષિત રીતે વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ રવાના કરાયું હતું.

ADVERTISEMENT
બે ગ્રીન કોરિડોર રચવામાં આવ્યા
ભરૂચ જિલ્લા પોલીસના સંકલન અને રાજ્ય પોલીસના સહયોગથી બે ગ્રીન કોરિડોર રચવામાં આવ્યા હતા. પ્રથમ ગ્રીન કોરિડોર, જયાબેન મોદી હોસ્પિટલથી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી (હૃદય માટે અને બીજો ગ્રીન કોરિડોર હોસ્પિટલથી અમદાવાદ IKDRC સુધી (કિડની, લિવર અને સ્વાદુપિંડ માટે બનાવાયો હતો.
ADVERTISEMENT

6 દર્દીઓને જીવનદાન મળ્યું
આ અંગોના ટ્રાન્સપ્લાન્ટથી અમદાવાદના 25 વર્ષીય યુવકને હૃદય તથા અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને લિવર, કિડની અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન પૂરું પાડવામાં આવ્યું છે. જ્યારે ચક્ષુઓનું દાન જી.સી. નહાર રોટરી આઈ બેન્ક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત, આરોગ્ય વિભાગની 47 ટીમો સર્વેમાં જોડાઈ
આ અંગોના ટ્રાન્સપ્લાન્ટથી અમદાવાદના 25 વર્ષીય યુવકને હૃદય તથા અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને લિવર, કિડની અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન અપાશે. જ્યારે ચક્ષુઓનું દાન જી.સી. નહાર રોટરી આઈ બેન્કે સ્વીકાર્યું છે.ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ પાર પડેલી આ કામગીરીમાં તબીબોની ટીમ, DYSP ડો. કુશલ ઓઝા, પોલીસ તંત્ર, મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, DHO ડો. મુનિરા શુકલા તથા રેલવે તંત્રનો અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યો હતો. સાથે જ જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રથમ ઇનહાઉસ પોસ્ટમોર્ટમ પણ કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.