બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સંસ્કૃતિનો જાદુ: સ્કોટલેન્ડમાં ગુંજ્યું 'શિવ તાંડવ' અને 'વંદે માતરમ્'

ગુજરાત / કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સંસ્કૃતિનો જાદુ: સ્કોટલેન્ડમાં ગુંજ્યું 'શિવ તાંડવ' અને 'વંદે માતરમ્'

Published By: Nidhi Panchal

Last Updated: 08:25 AM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય સંસ્કૃતિનો ભવ્ય રંગ જોવા મળ્યો. 'શિવ તાંડવ'થી લઈને 'વંદે માતરમ્' સુધીના દમદાર પરફોર્મન્સ વચ્ચે ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે સત્તાવાર મશાલ સોંપવામાં આવી.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું રવિવારે રાત્રે ભવ્ય સમાપન થયું. ગ્લાસગોની ક્લોઝિંગ સેરેમની ભારતીય સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગઈ હતી. જાણીતા ગાયક શંકર મહાદેવન, 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, પ્રખ્યાત સિતાર વાદક ઋષભ રિખીરામ અને ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પોતાના શાનદાર પરફોર્મન્સથી સમગ્ર સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમાપન સમારોહ દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડો. ડોનાલ્ડ રુકાએ 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે ભારતને સત્તાવાર મશાલ સોંપી હતી.

com-wealth-game

રમતગમતના નકશા પર ફરી એકવાર ભારતનું મહત્વ

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પી.ટી. ઉષા તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે, જેને લઈને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભારતને મળેલી આ યજમાની સાથે વિશ્વ રમતગમતના નકશા પર ફરી એકવાર ભારતનું મહત્વ વધ્યું છે.

'એ વતન...', 'ભાગ મિલ્ખા...'

ક્લોઝિંગ સેરેમની દરમિયાન શંકર મહાદેવને 'એ વતન...', 'ભાગ મિલ્ખા...' જેવા લોકપ્રિય દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ત્યારબાદ પોતાના પુત્રો અને ભૂમિ ત્રિવેદી સાથે 'પરચમ લહરા દો...' ગીત પર તેમણે દમદાર પરફોર્મન્સ આપ્યું હતું. તે પહેલાં સિતાર વાદક ઋષભ રિખીરામ અને સ્કોટિશ બેગપાઇપર રોસ એન્સલીએ ભારતીય અને સ્કોટિશ સંસ્કૃતિનું અનોખું મિશ્રણ રજૂ કર્યું હતું. ઋષભ રિખીરામે 'શિવ તાંડવ સ્તોત્ર'ની અદ્ભુત રજૂઆત કરી હતી, જ્યારે માનુષી છિલ્લરે 'વંદે માતરમ્' પર મનમોહક પરફોર્મન્સ આપીને સમગ્ર સ્ટેડિયમને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું.

સ્કોટલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિ અને સંગીતની ઝલક રજૂ કરવામાં આવી

ભારતીય કાર્યક્રમો ઉપરાંત ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરેમ, પ્રખ્યાત બેન્ડ એલિફન્ટ સેશન્સ, શેરીન કટકેલ્વિન તેમજ નાઇજિરિયન કલાકારો દ્વારા પણ સ્કોટલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિ અને સંગીતની ઝલક રજૂ કરવામાં આવી હતી. એલિફન્ટ સેશન્સે ફંક, રોક, મ્યુઝિક અને ઇલેક્ટ્રોનિક ડાન્સના માધ્યમથી સ્કોટિશ ટ્રેડિશનની અનોખી રજૂઆત કરી હતી. આ દરમિયાન પેરા એથ્લીટ મેલાની વુડ્સને ગેમ્સમાં અસાધારણ પ્રદર્શન અને ખેલદિલી બદલ ડેવિડ ડિક્સન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મહિલાઓની T54 1500 મીટર રેસમાં અકસ્માત બાદ તેમણે રેસ ફરી યોજવાની માંગ કરી અને ત્યારબાદ ફરીથી રેકોર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

com-wealth-3

ક્લોઝિંગ સેરેમનીની મુખ્ય થીમ 'કનેક્શન' રાખવામાં આવી

ગ્લાસગોના 'ઓવો હાઈડ્રો એરિના'માં યોજાયેલી આ ક્લોઝિંગ સેરેમનીની મુખ્ય થીમ 'કનેક્શન' રાખવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય 74 કોમનવેલ્થ દેશો અને પ્રદેશોને એક મંચ પર જોડવાનો તેમજ તમામ ખેલાડીઓ અને ગ્લાસગોના નાગરિકોનો આભાર વ્યક્ત કરવાનો હતો. કિંગ્સ બેટન રિલેનો ઇતિહાસ પણ ખાસ રહ્યો છે. તેની શરૂઆત 1958માં કાર્ડિફ ગેમ્સથી થઈ હતી. લગભગ 470 મિલીમીટર લાંબા અને 70 મિલીમીટર પહોળા બેટનમાં કિંગ ચાર્લ્સ IIIનો સંદેશ રાખવામાં આવે છે. આ વખતે પ્રથમ વખત તમામ 74 દેશો અને પ્રદેશોને પોતાનું અલગ કસ્ટમાઇઝ્ડ બેટન આપવામાં આવ્યું, જેને દરેક દેશ પોતાની સંસ્કૃતિ મુજબ ડિઝાઇન કરી શક્યો હતો.

આ પણ વાંચો : ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન, અમદાવાદને 2030 યજમાનીનો ઐતિહાસિક ગૌરવ

વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ તેના 100 વર્ષ પૂર્ણ કરશે. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 1930માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી. ભારત બીજી વખત આ પ્રતિષ્ઠિત ગેમ્સની યજમાની કરશે. અગાઉ 2010માં નવી દિલ્હીમાં ભારતે સફળતાપૂર્વક કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ભારતે 1951 અને 1982માં દિલ્હીમાં એશિયન ગેમ્સ તેમજ 2003માં હૈદરાબાદમાં આફ્રો-એશિયન ગેમ્સનું આયોજન પણ કર્યું હતું. 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 101 મેડલ જીત્યા હતા, જેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 26 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થતો હતો. આજ સુધી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવે છે અને હવે અમદાવાદમાં યોજાનારી 2030ની શતાબ્દી આવૃત્તિમાં દેશ વધુ એક નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CWG 2030 Glasgow Closing Ceremony Commonwealth Games 2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ