બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના લોથડા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી 2 બાળકોના મોત
Last Updated: 01:51 PM, 4 August 2026
રાજકોટ નજીક આવેલા લોથડા ગામે કરુણ ઘટના સામે આવી છે. પાણી ભરેલા ખાડામાં છબછબીયા કરવા ગયેલા બે ભૂલકાઓના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોમાં હિતેશ અને મનિષા નામના બે બાળકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
બંને બાળકો અચાનક પાણી ભરેલ ખાડામાં ડૂબી ગયા
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, બંને બાળકો પાણી ભરેલા ખાડામાં રમવા ગયા હતા ત્યારે અચાનક ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા બંનેને બહાર કાઢી બેભાન હાલતમાં રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચોઃ પરસોતમ પીપળીયાએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, ‘પક્ષપલટો કરવો પણ નૈતિક અધઃપતન’
ADVERTISEMENT
પરિવાર રોજગારી માટે મધ્યપ્રદેશથી રાજકોટ આવ્યો
મૃતક બંને બાળકો મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. તેમનો પરિવાર રોજગાર માટે મજૂરી અર્થે રાજકોટ આવ્યો હતો. પરિવાર પર એકસાથે બે બાળકોના મોતથી શોકનો માહોલ છવાયો છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં શોકના લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.