બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં થોડા વરસાદમાં જ રસ્તા બિસ્માર! રૈયારોડથી 150 ફૂટ રિંગરોડના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય
Last Updated: 11:32 AM, 4 August 2026
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ અનેક રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી રહી છે. ખાસ કરીને રૈયા રોડથી 150 ફૂટ રિંગ રોડ તરફ જતો માર્ગ ભારે ખાડાઓથી છવાઈ ગયો હોવાથી રોજિંદા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાની સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો છે, તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતાં તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર બે-ચક્રી વાહનચાલકો સૌથી વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અચાનક ખાડા સામે આવતા વાહનનું સંતુલન ગુમાવવાની શક્યતા વધી જાય છે, જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે.

ADVERTISEMENT
સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માર્ગનું કાયમી સમારકામ કરવાની જગ્યાએ માત્ર થીગડાં મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. થોડા જ દિવસોમાં આ થીગડાં ફરીથી ઉખડી જતા સમસ્યા યથાવત રહે છે.વાહનચાલકો અને વિસ્તારના રહિશોએ તંત્રને તાત્કાલિક અસરથી માર્ગનું ગુણવત્તાયુક્ત અને કાયમી સમારકામ કરવાની માંગ કરી છે, જેથી વરસાદી મોસમ દરમિયાન લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.

ADVERTISEMENT
વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
સામાન્ય વરસાદમાં જ અંદાજે 10થી 15 ફૂટ સુધી રસ્તાનું ધોવાણ થતાં માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓથી બચવા માટે અનેક વાહનચાલકોને રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ફરજ પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર અનેક વખત અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠી છે.
ADVERTISEMENT
દર્દીઓને અહીંથી લઈ જવા મુશ્કેલ બને છે: રીક્ષા ચાલક
ADVERTISEMENT
દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે ઇમરજન્સી સમયે પણ વાહન વ્યવહાર અવરોધાય છે, જેના કારણે દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, "દર્દીઓને અહીંથી લઈ જવા ખૂબ મુશ્કેલ બને છે." જ્યારે બસ ચાલકોએ જણાવ્યું કે, "રોડ રસ્તા યોગ્ય બને તેવી અમારી લાંબા સમયથી માંગણી છે." સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે દર વર્ષે રસ્તા પર માત્ર થીંગડા મારીને કામ ચલાવવામાં આવે છે, પરંતુ કાયમી સમારકામ કરવામાં આવતું નથી. જેના કારણે લોકોને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.