બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોમાસામાં તારંગા હિલસ્ટેશનનું બદલાયું રૂપ, હરિયાળી અને ધુમ્મસ વચ્ચે કુદરતનો અદ્ભૂત નજારો જોવા ઉમટ્યા પ્રવાસીઓ
Last Updated: 10:11 AM, 4 August 2026
ચોમાસાના વરસાદથી મહેસાણા જિલ્લાના તારંગા હિલસ્ટેશનમાં પ્રકૃતિએ જાણે નવું રૂપ ધારણ કર્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. સતત વરસાદ બાદ સમગ્ર વિસ્તાર હરિયાળીની ચાદરથી ઢંકાઈ ગયો છે, જ્યારે ડુંગરો, વૃક્ષો અને ખીણોમાં છવાયેલું ધુમ્મસ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
ADVERTISEMENT
સવાર અને સાંજના સમયે ઠંડા પવન અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે તારંગાની સુંદરતામાં અનેકગણો વધારો થયો છે. વરસાદી માહોલમાં અહીંના કુદરતી નજારા લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને ફોટોગ્રાફી અને પ્રકૃતિનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે તારંગા આ દિવસોમાં પસંદગીનું સ્થળ બની ગયું છે.
ADVERTISEMENT
વીકેન્ડ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પરિવારો અને યુવાનો તારંગાની મુલાકાત લઈ રહ્યા છે. હરિયાળી વચ્ચે ફરવાની, ઠંડા વાતાવરણની મજા માણવાની અને પ્રકૃતિની નજીક સમય પસાર કરવાની તક મળતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ચોમાસાની ઋતુમાં તારંગાનું સૌંદર્ય અન્ય દિવસોની સરખામણીએ વધુ ખીલી ઊઠે છે. વરસાદ પછી ડુંગરો પર પથરાયેલી લીલીછમ હરિયાળી અને મનમોહક વાતાવરણના કારણે તારંગા ફરી એકવાર પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.