બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતમાં અનેક WhatsApp અકાઉન્ટ અચાનક બંધ, Metaએ 24 કલાક માટે સર્વિસ રોકી, જાણો શું છે કારણ ?

નેશનલ / ભારતમાં અનેક WhatsApp અકાઉન્ટ અચાનક બંધ, Metaએ 24 કલાક માટે સર્વિસ રોકી, જાણો શું છે કારણ ?

Published By: Jinal Chauhan

Last Updated: 07:55 AM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં અનેક WhatsApp યુઝર્સને અચાનક પોતાનું અકાઉન્ટ બ્લોક થયાનો મેસેજ મળતાં ભારે મૂંઝવણ ફેલાઈ છે. Metaએ કેટલાક અકાઉન્ટને 24 કલાક માટે 'Under Review'માં મૂકી દીધા છે.

ભારતમાં અનેક WhatsApp યુઝર્સના અકાઉન્ટ અચાનક 'Under Review'માં જતાં ભારે મૂંઝવણ ફેલાઈ છે. Metaએ કેટલાક અકાઉન્ટ 24 કલાક માટે બ્લોક કરતાં યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ વ્યક્ત કરી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે યુઝર્સની સુરક્ષા માટે શંકાસ્પદ અકાઉન્ટની તપાસ કરવામાં આવે છે, જોકે કેટલીક વખત ભૂલથી સામાન્ય યુઝર્સ પણ તેની ઝપેટમાં આવી જાય છે. હવે આ મુદ્દે Metaએ પણ પોતાનો ખુલાસો કર્યો છે.

શું છે આખો મામલો?

સોમવાર સાંજથી અનેક WhatsApp યુઝર્સના અકાઉન્ટ અચાનક બ્લોક થવા લાગ્યા. એપ ખોલતા 'Your account is under review'નો મેસેજ દેખાયો અને 24 કલાક સુધી સર્વિસ બંધ રાખવામાં આવી હોવાનું જણાવાયું. આ દરમિયાન યુઝર્સ ન તો મેસેજ મોકલી શક્યા અને ન તો WhatsAppની અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શક્યા. આ સમસ્યાનો ભોગ ભારત સહિત અન્ય દેશોના કેટલાક યુઝર્સ પણ બન્યા હોવાનું સામે આવ્યું છે.

Metaએ શું કહ્યું?

WhatsAppની માલિક કંપની Metaના પ્રવક્તાએ જણાવ્યું કે પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવા માટે કંપની સતત શંકાસ્પદ અકાઉન્ટ પર કાર્યવાહી કરતી રહે છે. કેટલીક વખત સુરક્ષા સિસ્ટમ ભૂલથી સામાન્ય યુઝર્સના અકાઉન્ટને પણ રિવ્યૂમાં મૂકી દે છે. જો તપાસ દરમિયાન જાણવા મળે કે યુઝરે કોઈ નિયમનો ભંગ કર્યો નથી તો શક્ય તેટલી વહેલી તકે અકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ડોકલામ સુધી પહોંચશે ભારતીય ટ્રેન, ચીન સરહદ નજીક 17 કિલોમીટરની લાઇન નાખવામાં આવશે

યુઝર્સને કયો મેસેજ મળ્યો?

અસરગ્રસ્ત યુઝર્સને WhatsApp પર એક નોટિફિકેશન મળ્યું જેમાં લખવામાં આવ્યું કે તેમના અકાઉન્ટની એક્ટિવિટી અને ડિવાઇસની માહિતીની સમીક્ષા કરવામાં આવી રહી છે. કંપનીના નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ બાદ 24 કલાકમાં જવાબ આપવામાં આવશે. સાથે વધુ માહિતી માટે Help વિભાગમાં જવાની પણ સૂચના આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર યુઝર્સનો રોષ

ઘણા યુઝર્સે X (પૂર્વે Twitter) સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને પોતાની ફરિયાદ વ્યક્ત કરી છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ માત્ર ઓફિશિયલ WhatsApp એપનો જ ઉપયોગ કરે છે અને તેમનું કામ સંપૂર્ણપણે WhatsApp પર આધારિત હોવાથી અકાઉન્ટ બ્લોક થતાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો તમારું અકાઉન્ટ પણ રિવ્યૂમાં જાય તો શું કરવું?

જો તમારા WhatsApp પર પણ 'Under Review'નો મેસેજ આવે તો ગભરાવાની જરૂર નથી. રિવ્યૂ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી અને માત્ર ઓફિશિયલ WhatsApp એપનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ પ્રકારની અનધિકૃત અથવા મોડિફાઇડ એપનો ઉપયોગ ન કરવો. જો નિર્ધારિત સમય બાદ પણ અકાઉન્ટ શરૂ ન થાય તો WhatsApp Help Center દ્વારા સંપર્ક કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp Under Review Meta WhatsApp Review WhatsApp Account Block

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ