બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:40 AM, 4 August 2026
1/6
વૈદિક જ્યોતિષમાં બુધાદિત્ય યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય આત્મબળ અને નેતૃત્વનું પ્રતિક છે જ્યારે બુધ બુદ્ધિ અને વાણીનો કારક છે. આ બંને ગ્રહોના સંયોગથી કેટલીક રાશિના જાતકોને કારકિર્દી, ધન અને માન-સન્માનમાં સારા પરિણામ મળી શકે છે. આવો જાણીએ કઈ રાશિઓને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે.
2/6
મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ શુભ માનવામાં આવે છે. ઘર, જમીન અથવા વાહન ખરીદવાની તક મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાના સંકેત મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે અને ઘરમાં શુભ પ્રસંગ યોજાવાની શક્યતા રહેશે. લાંબા સમયથી અટકેલા કેટલાક કામ પણ આગળ વધી શકે છે.
3/6
મિથુન રાશિના સ્વામી બુધ હોવાથી આ યોગની શુભ અસર વધુ જોવા મળી શકે છે. અચાનક ધનલાભના યોગ બની શકે છે અને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા રહેશે. તમારી વાણી અને વાતચીત કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. વેપાર, માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળી શકે છે. રોકાણ માટે પણ સમય અનુકૂળ માનવામાં આવે છે.
4/6
આ ગોચર કર્ક રાશિમાં જ થતો હોવાથી આ રાશિના લોકો માટે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. વેપારીઓને નવા સોદા મળવાની શક્યતા છે જે ભવિષ્યમાં સારો લાભ આપી શકે છે. દાંપત્ય જીવનમાં સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.
5/6
તુલા રાશિના લોકો માટે બુધાદિત્ય યોગ કારકિર્દીમાં નવી તકો લાવી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા રહેશે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ