ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી

Published By: Hiralal

Last Updated: 11:12 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વરસાદ કેવો રહેશે તેને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

1/5

photoStories-logo

1. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તબક્કાવાર વરસાદ

ગુજરાતમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદની નહીંવત શક્યતા છે પરંતુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરના વરસાદને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2026માં ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ રીતે બંધ નહીં થાય, પરંતુ તબક્કાવાર ચાલુ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 8 ઓગસ્ટથી બંગાળમાં વરસાદી સિસ્ટમ

આગામી 5 દિવસ બાદ એટલે કે 8 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.8 ઓગસ્ટથી શરૂ થનારો આ વરસાદી રાઉન્ડ 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 3 થી 4 ઈંચ જેટલો સારો વરસાદ નોંધાઈ શકે છે. 17 ઓગસ્ટથી શરૂ થતું મઘા નક્ષત્ર પાક માટે અમૃત સમાન સાબિત થશે, પરંતુ આ સમયે ખેતરોમાં ઝેરી જીવજંતુઓથી સાવધાન રહેવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કયા વિસ્તારોમાં પડશે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અહીં સતત કે ધોધમાર વરસાદની શક્યતા ઓછી વર્તાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ભારે વરસાદ

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદની શક્યતા

આગાહી અનુસાર નવરાત્રી દરમિયાન ખાસ કરીને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain weather news rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ