બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / '498Aનો દાયરો માત્ર લગ્ન સુધી મર્યાદિત નથી', સુપ્રીમ કોર્ટે કહ્યું - લિવ-ઇન પાર્ટનરને પણ પત્ની જેવા અધિકારો મળશે

નેશનલ / '498Aનો દાયરો માત્ર લગ્ન સુધી મર્યાદિત નથી', સુપ્રીમ કોર્ટે કહ્યું - લિવ-ઇન પાર્ટનરને પણ પત્ની જેવા અધિકારો મળશે

Published By: Nirav Kumar

Last Updated: 10:28 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે કલમ 498Aને લઇ અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં તેને લિવ-ઇન સંબંધો સુધી વિસ્તાર્યું છે. અને કહ્યું કે આ કલમ લિવ-ઇન રીલેશન પર પણ લાગુ પડશે.

સુપ્રીમ કોર્ટે મહિલાઓને પતિ કે સાસરિયાઓ તરફથી થતી પરેશાનીથી રક્ષણ આપતી ધારા 498A અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કલમનું રક્ષણ માત્ર કાનૂની લગ્ન સુધી મર્યાદિત નથી પરંતુ લાંબા સમય સુધી ચાલતા એવા લિવ-ઇન રીલેશન પર પણ લાગુ પડશે જે ‘લગ્ન જેવા સંબંધ’ (Relationship in the Nature of Marriage)ની કેટેગરીમાં આવે છે.

આજના સમયમાં માત્ર કાનૂની લગ્ન જ એકમાત્ર આધાર નથી રહ્યો. જેમાં કોર્ટે જણાવ્યું કે જે લિવ-ઇન સંબંધો લગ્ન જેવી શરતો પૂરી કરે છે અને જેમાં લગ્ન કરવાનો ઈરાદો સંબંધનો અનિવાર્ય ભાગ હોય, તેમના પર પણ ધારા 498Aલાગુ થશે.

કોર્ટે કહ્યું કે, આ માટે બંને વ્યક્તિઓ પુખ્ત વયની હોવી જોઈએ, પરસ્પર સંમતિથી સંબંધમાં હોવા જોઈએ અને તેમનો સંબંધ લગ્ન જેવો હોવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ વ્યાખ્યા માત્ર ધારા 498A IPCના કેસો સુધી મર્યાદિત રહેશે અને બીજી કોઈ કાનૂની જોગવાઈ પર તેની અસર નહીં પડે.

લિવ-ઇન સંબંધો હવે ખાસ કરીને શહેરી ભારતમાં સામાન્ય હકીકત બની ગયા છે. કોર્ટે કહ્યું કે મહિલા પાર્ટનરે સાબિત કરવાની જવાબદારી રહેશે કે તેમનો સંબંધ માત્ર પ્રેમસંબંધ નહોતો પરંતુ લગ્ન જેવા સંબંધની કેટેગરીમાં આવતો હતો.

વધુ વાંચો : પ્રશાંત કિશોરની રાજકીય એન્ટ્રી સુપરહિટ, જીત બાદ બોલ્યા- 'મારા જીતવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બની જાય, પણ બદલાવ થશે'

સામાજિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને કોર્ટે અવલોકન કર્યું કે જો કોઈ મહિલા લગ્ન પહેલાં જ કોઈ વ્યક્તિ સાથે ઘર અને પરિવાર જેવા સંબંધમાં રહેતી હોય તો તેને પણ એ જ પ્રકારનું રક્ષણ મળવું જોઈએ જે વિવાહિત મહિલાને મળે છે. જેમાં કોર્ટે ભાર મૂક્યો કે મહિલા સાથે થતી પ્રતાડના તેના મેરીડ હોવા કે નહીં તેના પર આધાર રાખતી નથી. એકવાર પ્રતાડના શરૂ થાય તો તેનું નુકસાન વધુ ગંભીર બની જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Section 498A Marriage Live in relationships

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ