બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં તૂટેલો અરીસો રાખવો શુભ કે અશુભ? વાંચો પ્રચલિત કહાનીઓ

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / ઘરમાં તૂટેલો અરીસો રાખવો શુભ કે અશુભ? વાંચો પ્રચલિત કહાનીઓ

Last Updated: 08:10 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તૂટેલો અરીસો ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા વધે છે અને અશાંતિ આવી શકે છે – આવી માન્યતા વાસ્તુ, ફેંગશુઈ અને ભારતીય પરંપરામાં છે. આથી તૂટેલા કે તિરાડવાળા અરીસાને તરત હટાવીને નવો મૂકવો શ્રેષ્ઠ ઉપાય મનાય છે.

1/8

photoStories-logo

1. તૂટેલો અરીસો

હિન્દુ પરંપરામાં ઘરની વસ્તુઓને માત્ર ઉપયોગની વસ્તુ નથી માનવામાં આવતી પણ તેને ઘરની ઊર્જા અને વાતાવરણ સાથે પણ જોડવામાં આવે છે. એટલે જ ઘરમાં રાખેલી ઘણી વસ્તુઓને લઈને શુભ-અશુભ માન્યતાઓ છે. એવી જ એક માન્યતા તૂટેલા અરીસાને લગતી છે. જેમાં ઘણા લોકો માને છે કે ઘરમાં તૂટેલો અરીસો રાખવો શુભ નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે તૂટેલો અરીસો ઘરમાં કેમ ન રાખવો જોઈએ? તેની પાછળ શું માન્યતા છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. તૂટેલા અરીસાને લગતી ધાર્મિક માન્યતા

હિન્દુ પરંપરા અને વાસ્તુ માન્યતાઓમાં અરીસાને ઘરની ઊર્જાને અસર કરતી વસ્તુ માનવામાં આવે છે. અરીસો માણસનું પ્રતિબિંબ બતાવે છે આથી તેને સેલ્ફ-ઇમેજ અને પોઝિટિવ એનર્જી સાથે જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે તૂટેલો અરીસો ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા વધી શકે છે અને ઘરના માહોલમાં અશાંતિ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મહાભારત કાળની લોકકથા

પ્રાચીન ભારતમાં મહેલો અને મંદિરોમાં અરીસાને માત્ર ચહેરો જોવાનું સાધન નહીં પણ મન અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવતું હતું. એવું કહેવાતું કે જો અરીસો તૂટી જાય તો તે શુભ ઊર્જાને નષ્ટ કરી દે છે. એટલે તૂટેલો અરીસો તરત જ હટાવી દેવામાં આવતો જેથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વાસ્તુ શાસ્ત્રની માન્યતા

વાસ્તુ શાસ્ત્રમાં અરીસાને ઊર્જાને રિફ્લેક્ટ કરતી વસ્તુ માનવામાં આવે છે. જો અરીસો તૂટેલો હોય તો તે સકારાત્મક ઊર્જાને સાચી રીતે પ્રતિબિંબિત કરી શકતો નથી. આથી ઘરમાં તણાવ, આર્થિક અવરોધ કે માનસિક અશાંતિ વધવાની સંભાવના રહે છે. એટલે તૂટેલા અરીસાને બદલી દેવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. પ્રાચીન રોમની પ્રસિદ્ધ કથા

વિશ્વની સૌથી જાણીતી કથા પ્રાચીન રોમ સાથે જોડાયેલી છે. જેમાં રોમન લોકોનું માનવું હતું કે અરીસામાં માત્ર ચહેરો નહીં, પણ માણસની આત્માની છબી પણ દેખાય છે. જો અરીસો તૂટે તો આત્માને નુકસાન પહોંચે છે. તેમનું વિશ્વાસ હતો કે માણસનું જીવન દર 7 વર્ષે નવા ચક્રમાં પ્રવેશે છે. એટલે તૂટેલો અરીસો 7 વર્ષ સુધી દુર્ભાગ્ય લાવે છે. આ માન્યતા પછી યુરોપ અને બીજા દેશોમાં ફેલાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ચીનની ફેંગશુઈ માન્યતા

ફેંગશુઈમાં અરીસાને ઘરની ઊર્જા વધારનાર મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. જો અરીસો તૂટેલો હોય કે તેમાં તિરાડ હોય તો તે સારી ઊર્જાને વેરવિખેર કરી દે છે અને નકારાત્મક ઊર્જા વધારે છે. ફેંગશુઈ મુજબ તૂટેલા અરીસાને તરત જ હટાવી દેવો જોઈએ

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. અરીસામાં તિરાડ

માન્યતાઓ અનુસાર જો અરીસામાં તિરાડ પડી ગઈ હોય કે તે તૂટી ગયો હોય તો તેને ઘરમાંથી હટાવી દેવો વધુ સારું છે. પૂજા ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને પવિત્ર માનવામાં આવે છે. એટલે ધાર્મિક પરંપરામાં પૂજા સ્થાને તૂટેલા અરીસા, તૂટેલી મૂર્તિઓ કે ખરાબ વસ્તુઓ રાખવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

auspicious Hindu tradition broken mirror
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ