ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 15 દિવસથી પાણીમાં ગરકાવ બદરખા ગામ, 17 પરિવારો બેઘર; 'આભ ફાટ્યું ત્યાં થીંગડું ક્યાં મારવું?' જેવી હાલત, તંત્ર મૌન

અમદાવાદ / 15 દિવસથી પાણીમાં ગરકાવ બદરખા ગામ, 17 પરિવારો બેઘર; 'આભ ફાટ્યું ત્યાં થીંગડું ક્યાં મારવું?' જેવી હાલત, તંત્ર મૌન

Published By: Kalpesh Kandoria
Reported By: Sohil Gohel

Last Updated: 11:41 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાં છેલ્લા 15 દિવસથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.

ADVERTISEMENT

અમદાવાદ: ચોમાસાએ જ્યાં એક તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે, ત્યાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાં વરસાદ જાણે આફત બનીને વરસ્યો છે. છેલ્લા 15 દિવસથી ગામમાં ભરાયેલા વરસાદી પાણીએ લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. સ્થિતિ એવી છે કે 'આભ ફાટ્યું ત્યાં થીંગડું ક્યાં મારવું?' જેવી હાલત સર્જાઈ છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં 17 પરિવારોને ઘરબાર છોડીને ગામની શાળામાં આશરો લેવો પડ્યો છે, જ્યારે જવાબદાર તંત્ર 'ઘોર નિંદ્રામાં હોય' તેમ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે.

ગામના રસ્તા નહીં, જાણે નદીના વહેણ...

બદરખા ગામમાં ગ્રામ પંચાયત, સરકારી હોસ્પિટલ, ડેરી અને પ્રાથમિક શાળા સહિતના વિસ્તારોમાં હજુ પણ કેડસમા પાણી ભરાયેલા છે. ગામના રસ્તાઓ પર નજર કરીએ તો 'રસ્તા નહીં, જાણે નદીના વહેણ' હોય તેવું દૃશ્ય જોવા મળે છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે અને અનેક પરિવારોની વર્ષોની મહેનત 'પાણીમાં ગઈ' છે.

17 પરિવારો શાળામાં આશ્રિત, તંત્રે જાણે આંખ આડા કાન કર્યા

પાણીના કારણે રહેવું અશક્ય બનતાં 17 પરિવારો ગામની શાળામાં આશરો લઈ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમને રહેવાની જગ્યા તો મળી, પરંતુ ભોજન અને રાશનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા દિવસોથી તંત્રે તેમની તરફ 'આંખ આડા કાન' કર્યા છે.

'શિવલહેરી ગ્રુપ' બન્યું દેવદૂત

જ્યારે સરકારી તંત્રના હાથ ટૂંકા પડ્યા, ત્યારે ગામના 'શિવલહેરી ગ્રુપ'ના યુવાનો આગળ આવ્યા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી અસરગ્રસ્ત પરિવારોને બે ટાઈમ દાળ-ભાત અને કઢી-ખીચડી પહોંચાડી રહ્યા છે. 'માણસ માણસના કામ આવે', કહેવતનું જીવંત ઉદાહરણ આ યુવાનોએ પૂરું પાડ્યું છે.

રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

ગ્રામજનો અને સરપંચે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારના ધારાસભ્ય, પ્રાંત અધિકારી કે મામલતદારમાંથી કોઈ પણ સ્થળની મુલાકાતે આવ્યું નથી. બદરખા ગામ લોકોની હાલત 'વાડ જ ચીભડાં ગળે' જેવી થઈ ગઈ છે, જ્યાં રક્ષણ આપનાર જ જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે.

'પાણી માથા ઉપરથી વહી ગયું', હવે તાત્કાલિક પગલાંની માંગ

'પાણી માથા ઉપરથી વહી ગયું' છે. માત્ર આશ્વાસનોથી કામ નહીં ચાલે, ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરે, ગામમાંથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે અને બેઘર બનેલા પરિવારોને સરકારી રાહત, ભોજન અને આર્થિક સહાય તાત્કાલિક ઉપલબ્ધ કરાવે.

આ પણ વાંચો- સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી

અસરગ્રસ્ત ગ્રામજન બબુબેન રબારીએ કહ્યું

અમરા ગામમાં 15 દિવસથી પાણી ભરાયું છે, અમારાં બે વાછરડાં મરી ગયાં, ઢોર માટે ઘાસચારો કે ખાવાની કોઈ વ્યવસ્થા નથી, ટોઇલેટ જવાનીએ સમસ્યા છે, ગામના સરપંચ, તલાટી કે ધારાસભ્ય કોઈ અમને પૂછવા નથી આવતું.

અસરગ્રસ્ત ગ્રામજન દીપીકાબેને કહ્યું

છેલ્લા 15 દિવસથી અમે નિશાળમાં રહીએ છીએ, પહેરવાના લુગડાં નથી અનાજને બધું જતું રહ્યું છે, અમારાં ઘર પડી ગયાં છે, અમને મંગળવાર સુધી નિશાળમાં રહેવા દેવાનું કીધું છે, પણ અમને આશરો ના આપો તો અમારે રહેવાનું ક્યાં? સરકારે અમને કંઈક તો સહાય કરે. બધું નથી જોતું પણ અમને અડધું તો પાછું આપો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Dholka News Badarkha Village

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ