બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10થી 14 ઓગસ્ટે ફરી ધોધમાર વરસાદની શક્યતા, દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:02 AM, 4 August 2026
1/6
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદની તીવ્રતા ઘટી છે અને હાલમાં ભારે વરસાદથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદની તીવ્રતા સામાન્ય અથવા તેનાથી ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે લાંબા ગાળાના હવામાન અનુમાન મુજબ 10થી 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
2/6
4 ઓગસ્ટના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે.
3/6
હવામાન વિભાગના અનુમાન મુજબ 5થી 9 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની કોઈ શક્યતા હાલના તબક્કે દેખાતી નથી. આ સમયગાળા દરમિયાન મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
4/6
નેશનલ સેન્ટર ફોર મીડ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના અનુમાન અનુસાર 10થી 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ખેડા અને આણંદ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.
5/6
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે 3.1થી 3.5 મીટર સુધી ઊંચા મોજાં ઉછળી શકે છે. તેના પગલે આ ચાર જિલ્લાઓ માટે 'હાઈ વેવ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, વલસાડ, ભાવનગર અને નવસારી જિલ્લાના દરિયાકાંઠે 2થી 2.9 મીટર સુધી ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી 'હાઈ વેવ વોચ' જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ માછીમારોને સાવચેતી રાખવા અને જોખમી સ્થળોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
6/6
અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ 25 ડિગ્રી રહેવાની સંભાવના છે. સુરતમાં આજે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી જ્યારે લઘુત્તમ 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ