બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પરસોતમ પીપળીયાએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, ‘પક્ષપલટો કરવો પણ નૈતિક અધઃપતન’

રાજકોટ / પરસોતમ પીપળીયાએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, ‘પક્ષપલટો કરવો પણ નૈતિક અધઃપતન’

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 12:36 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ પેપર લીક મામલે ધારાસભ્ય હાર્દિક પટેલની રીલનો વિરોધ કર્યો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સવાલો ઉઠાવ્યા.

પેપર લીક મુદ્દે તાજેતરમાં ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી રીલને લઈને પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે. પીપળીયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હાર્દિક પટેલ પર આકરા શબ્દોમાં પ્રહાર કરતાં તેમના રાજકીય વલણ અને નૈતિકતા અંગે સવાલો ઉઠાવ્યા છે.

પરસોતમ પીપળીયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "પેપર ફૂટીને વેચાણ કરવું અને ફૂટીને ખુદે વેચાઈ જવું (પક્ષ પલટો કરવો) બંને નૈતિક અધઃપતનના ઉદાહરણો છે." તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે, "શું માત્ર પદલાલસા માટે પોતાની પ્રતિષ્ઠા ગુમાવનાર વ્યક્તિ આજના GEN-Z યુવાનોને નૈતિકતા અંગે સલાહ આપવા સમર્થ છે?"

ઉલ્લેખનીય છે કે, પેપર લીકના બનાવોને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં કડક જોગવાઈઓ ધરાવતું સુધારણા બિલ પસાર કર્યું છે. આ બિલને લઈને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર રીલ શેર કરીને કેન્દ્ર સરકારના પગલાંનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

પરસોતમ પીપળીયાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

હાર્દિક પટેલની આ રીલ બાદ પરસોતમ પીપળીયાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. બંને નેતાઓના સમર્થકો વચ્ચે આ મુદ્દે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં થોડા વરસાદમાં જ રસ્તા બિસ્માર! રૈયારોડથી 150 ફૂટ રિંગરોડના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય

હાલ સુધી હાર્દિક પટેલ તરફથી પરસોતમ પીપળીયાની પોસ્ટ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. જોકે, આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Patel Parshotam Pipaliya Gujarat News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ