ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોલ કરવાના બહાને iPhone લીધો, પછી મહિલાની સોનાની બુટ્ટી ઉતરાવી લૂંટ ચલાવી
Last Updated: 04:58 PM, 7 August 2026
ADVERTISEMENT
કલાપીનગર ખાતે આવેલી ખાડાવાળીની ચાલીમાં રહેતા કરણ કુશવાહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. ફૂલ વેચીને ગુજરાન ચલાવતા યુવાનને કોલ કરવાના બહાને વિશ્વાસમાં લઈને મોબાઇલ અને સોનાની બુટ્ટી લૂંટી લેવાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ કરણ કુશવાહ ચાંદખેડા વિસ્તારમાં પેડલ સાઈકલ પર ફૂલ વેચવાનું કામ કરે છે.
ADVERTISEMENT
થોડા દિવસ પહેલાં બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયે તે પોતાના કામ પર હાજર હતો ત્યારે બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા. બંનેએ પોતાને તાત્કાલિક ફોન કરવાની જરૂર હોવાનું કહી કરણ પાસે મોબાઇલ માગ્યો હતો. વિશ્વાસ રાખી કરણે પોતાનો આઇફોન તેમને આપી દીધો હતો. આરોપ છે કે મોબાઇલ હાથમાં મળતાં જ બંને શખ્સોએ કરણને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તારી પાસે જે પણ પૈસા હોય તે આપી દે, નહીં તો તારો ફોન પાછો નહીં આપીએ. કરણ ગભરાઈ જતાં બંનેએ તેની પાસે રહેલી સોનાની બુટ્ટી પણ ઊતરાવી લીધી હતી.
આ પણ વાંચોઃ પતિની પ્રેમિકાએ મહિલાને આપી ધમકી: ‘તને તારાં બાળકો નહીં મળે’, મામલો પહોંચ્યો પોલીસ સુધી
ADVERTISEMENT
લૂંટ કર્યા બાદ બંને શખ્સો ત્યાં આવેલી એક રિક્ષામાં બેસીને મોબાઇલ અને સોનાની બુટ્ટી સાથે ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ કરણે સમગ્ર બનાવ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષા અને બંને આરોપીઓની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને આશા છે કે તકનીકી પુરાવા અને સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપવામાં સફળતા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT