ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પતિની પ્રેમિકાએ મહિલાને આપી ધમકી: ‘તને તારાં બાળકો નહીં મળે’, મામલો પહોંચ્યો પોલીસ સુધી

અમદાવાદ / પતિની પ્રેમિકાએ મહિલાને આપી ધમકી: ‘તને તારાં બાળકો નહીં મળે’, મામલો પહોંચ્યો પોલીસ સુધી

Published By: Vishal Khamar

Last Updated: 04:49 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલડીની મહિલાએ પોતાના પતિ અને તેની લિવ-ઇન પાર્ટનર સામે બાળકોની કસ્ટડી અને મિલકતના વિવાદમાં ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

પાલડી વિસ્તારમાં રહેતી મીના (નામ બદલ્યું છે)એ અડાલજ ખાતે રહેતી ‌રિચા જોહરી અને પોતાના પતિ વિરેન વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવનમાં લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે બાળકોની કસ્ટડી અને મિલકતના મુદ્દે બંને પક્ષો વચ્ચે તણાવ વધતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ફરિયાદ મુજબ મીનાનાં લગ્ન વર્ષ ર૦૧૧માં વિરેન સાથે થયાં હતાં. છેલ્લાં ચાર વર્ષથી વિરેન ‌રિચા જોહરી નામની મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે.

આ મુદ્દે મીનાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટના આદેશ છતાં વિરેન પોતાનાં બાળકોને મળવા દેતો ન હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. થોડા દિવસ પહેલાં કેસની સુનાવણી હતી, પરંતુ વિરેન કોર્ટમાં હાજર રહ્યો નહોતો. ત્યાર બાદ મીના તેને મળવા માટે સીજી રોડ સ્થિત તેની ઓફિસે પહોંચી હતી. તે સમયે વિરેન ઓફિસમાં હાજર ન હતો, પરંતુ ‌િરચા જોહરી ત્યાં હાજર હતી.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો હંગામો: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ નિયમ વિરૂદ્ધ નીમેલા તમામ અધિકારી-કર્મચારીઓ સસ્પેન્ડ

મીનાના આક્ષેપ મુજબ ‌રિતાએ તેને જોઈને કહ્યું હતું કે તારાં છોકરાંઓ તને નહીં આપીએ અને તને તારા પતિની પ્રોપર્ટીમાંથી પણ કંઈ નહીં મળે. ત્યાર બાદ ગાળો બોલી ધમકીઓ આપી હતી. તે પછી વિરેને પણ રિચા જોહરીનો પક્ષ લઈ તેને ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાના પગલે મીનાએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paldi woman complaint child custody dispute Ahmedabad news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ