ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત યુનિવર્સિટીમાં મોટો હંગામો: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ નિયમ વિરૂદ્ધ નીમેલા તમામ અધિકારી-કર્મચારીઓ સસ્પેન્ડ

ગુજરાત / ગુજરાત યુનિવર્સિટીમાં મોટો હંગામો: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ નિયમ વિરૂદ્ધ નીમેલા તમામ અધિકારી-કર્મચારીઓ સસ્પેન્ડ

Published By: Pravin Joshi

Last Updated: 04:24 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ ગંભીર વિવાદોના ઘેરાવામાં આવ્યા છે. ABVPની કડક કાર્યવાહીની માંગ અને ઉગ્ર હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

ADVERTISEMENT

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ ગંભીર વિવાદોના ઘેરાવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં નિયમો કોરાણે મૂકીને પોતાના માનીતાઓ માટે નાણાં અને હોદ્દાઓની છૂટા હાથે લ્હાણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVP દ્વારા પૂર્વ કુલપતિ પર યુનિવર્સિટીને આશરે ₹11 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

Gujarat-University

ABVPની કડક કાર્યવાહીની માંગ અને ઉગ્ર હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા કોઈપણ સત્તાવાર ભરતી પ્રક્રિયા વિના, માત્ર ભલામણ અને અંગત સંબંધોના આધારે ગોઠવવામાં આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ કમિટીના રિપોર્ટ બાદ આ તમામ બિનઅધિકૃત અધિકારીઓને કાયમી ધોરણે ટર્મિનેટ કરવાની તજવીજ હાથ ધરાશે.

Untitled-155

હંગામી કર્મચારીઓને કાઢી માનીતાઓને લાખોના પગારે ગોઠવ્યા

ABVPના આક્ષેપ અનુસાર, પૂર્વ કુલપતિએ હોદ્દો સંભાળ્યા બાદ વર્ષોથી ફરજ બજાવતા અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી દીધી હતી. તેના બદલે પોતાના માનીતા કર્મચારીઓને નિયમો વિરૂદ્ધ જઈને લાખો રૂપિયાના માસિક પગારે નોકરી પર રાખી લેવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ અને તેમના માસિક પગારનું લિસ્ટ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા એનિમેશન ડિપાર્ટમેન્ટ, GUSEC, એસ્ટેટ, એકાઉન્ટ અને લીગલ શાખાના નીચે મુજબના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે:

  • શ્રીનિવાસ રાઓ (GUSEC CEO) – ₹5.00 લાખ
  • પાવન પંડિત (એનિમેશન કો-ઓર્ડીનેટર) – ₹2.50 લાખ
  • બિશ્વજીત અધિકારી (GUSEC) – ₹2.50 લાખ
  • ચંદ્રશેખર ઝા (એસ્ટેટ ઓફિસર) – ₹1.50 લાખ
  • માનસિંગ રજોરા (GUSEC) – ₹1.25 લાખ
  • દિનેશ શર્મા (ચીફ એકાઉન્ટ ઓફિસર) – ₹1.25 લાખ
  • પરેશ સોની (ફાયર ઓફિસર) – ₹60 હજાર
  • તુષાર ત્રિવેદી (લીગલ ઓફિસર) – ₹40 હજાર
  • POP (પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ): કોન્ટ્રાક્ટ આધારિત ફેકલ્ટીઓ (દરેક ફેકલ્ટીનો માસિક પગાર ₹2.25 લાખ)

આ પણ વાંચોઃ પાલનપુરના બિસ્માર રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ, VTVના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું!

હાલ આ તમામ વિવાદિત નિમણૂકો સામે કમિટી બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે, જેના આધારે ટૂંક સમયમાં જ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NeerjaGupta GujaratUniversity ABVP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ