બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Hectorએ 7 વર્ષ પૂર્ણ કર્યાં, MG Motorએ લૉન્ચ કર્યો એનિવર્સરી પ્રોગ્રામ, મળશે 60 હજારનો લાભ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:10 PM, 10 August 2026
1/6
JSW MG મોટર ઇન્ડિયાએ પોતાની સૌથી લોકપ્રિય એસયુવી એમજી હેક્ટરના 7 વર્ષના સફળ સફરની ઉજવણીમાં ઓગસ્ટ 2026 માટે ખાસ એનિવર્સરી પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ ઓફરમાં ગ્રાહકોને 60,000 રૂપિયા સુધીના આકર્ષક લાભો મળી રહ્યા છે. ઓલ-ન્યૂ એમજી હેક્ટરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત માત્ર 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આને વધુ સરળ બનાવવા માટે કંપની 7 વર્ષ (84 મહિના) સુધીની 100% ઓન-રોડ ફાઇનાન્સિંગ અને એક્સેસરીઝ પર પૂરી ફંડિંગ સપોર્ટ આપી રહી છે.
2/6
3/6
4/6
5/6
નવી હેક્ટરના ઇન્ટિરિયરમાં બે નવા કલર થીમ છે – 7 -સીટર વેરિયન્ટ માટે ડ્યુઅલ-ટોન અર્બન ટેન અને ૫-સીટર માટે ડ્યુઅલ-ટોન આઇસ ગ્રે. હાઇડ્રો ગ્લોસ ફિનિશ, લેધર પેક (વેન્ટિલેટેડ સીટ્સ, ટેલિસ્કોપિક સ્ટીયરિંગ અને 6 -વે પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ) જેવા ફીચર્સ તેને વધુ આરામદાયક બનાવે છે.
6/6
નવી હેક્ટરમાં સેગમેન્ટની સૌથી મોટી 14 -ઇંચની એચડી પોર્ટ્રેટ ટચસ્ક્રીન છે, જે સ્માર્ટ બૂસ્ટ ટેક્નોલોજી સાથે આવે છે. પહેલી વાર રજૂ કરાયેલ આઇ-સ્વાઇપ ટચ જેસ્ચર કંટ્રોલથી બે અને ત્રણ આંગળીઓના ઇશારાથી એસી, મ્યુઝિક અને નેવિગેશનને કંટ્રોલ કરી શકાય છે. ડિજિટલ બ્લૂટૂથ કી, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ અલર્ટ અને 70 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ આ ગાડીને ખૂબ જ અડવાન્સ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ