બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકાર આપી રહી છે ₹90000 ગેરન્ટી ફ્રી લોન...ક્રેડિટ કાર્ડ પણ મળશે, ફક્ત આઘાર કાર્ડ પર લોન

કામની વાત / સરકાર આપી રહી છે ₹90000 ગેરન્ટી ફ્રી લોન...ક્રેડિટ કાર્ડ પણ મળશે, ફક્ત આઘાર કાર્ડ પર લોન

Published By: Bijal Vyas

Last Updated: 09:08 AM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Svanidhi Yojna:મોદી સરકારની આ યોજનાનો લાભ લેનારા લાભાર્થીઓની સંખ્યાએ હવે 75 લાખનો આંકડો વટાવી દીધો છે. આ યોજના હેઠળ 90,000 રુપિયાની ગેરન્ટી વિના લોન આપવામાં આવી રહી છે.

જો તમે નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોય, તો તમે સરકાર પાસેથી આર્થિક સહાય મેળવી શકો છો. મોદી સરકાર દ્વારા ફેરિયાઓ સ્ટ્રીટ વેન્ડર્સ માટે શરૂ કરવામાં આવેલી યોજના તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અમે 'પીએમ સ્વાનિધિ યોજના' વિશે વાત કરી રહ્યા છીએ, જે કોઈપણ ગેરંટી વિના 90,000 રુપિયા સુધીની લોન તેમજ ક્રેડિટ કાર્ડ અને અન્ય વિવિધ સરકારી લાભો આપે છે.

75 લાખ લોકોને ફાયદો, 2030 સુધીનો મોકો

જૂન 2020 માં PM Svanidhi Yojna ની શરુઆત થઇ ગઇ છે, જેમાં કોવિડ-19 મહામારી દરમિયાન જેમણે પોતાની આજીવિકા ગુમાવી હતી તેવા ફેરિયાઓને આ યોજનાએ નોંધપાત્ર મદદ પૂરી પાડી છે. આ યોજના 31 માર્ચ, 2030 સુધી અમલમાં રહેશે. ઝડપથી લોકપ્રિયતા મેળવનારી આ યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 75.5 લાખ ને વટાવી ગઈ છે અને કુલ 17,800 કરોડ રુપિયાથી વધુની રકમના 1.12 કરોડ રુપિયા થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આમાંના 55 લાખ રુપિયાથી વધુ લાભાર્થીઓને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા છે. સરકારી આંકડા દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ડિજિટલ કેશબેક અને વ્યાજ સબસિડી દ્વારા અંદાજે 800 કરોડ રુપિયા મળ્યા છે.

આ રીતે મળે છે ગવરમેન્ટ લોન

મોદી સરકારની આ ગેરન્ટી ફ્રી લોન યોજના હેઠળ, પાત્ર લાભાર્થીઓને કુલ 90,000 રુપિયાની આર્થિક સહાય મળે છે; અગાઉની 80,000 રુપિયાની રકમમાં 10,000 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોનની રકમ લાભાર્થીની લાભાર્થીના આધારે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, અગાઉના હપ્તાની ચુકવણી થયા બાદ જ બીજો અને ત્યારબાદ ત્રીજો હપ્તો જારી કરવામાં આવે છે. અરજી મંજૂર થયા પછી, સૌપ્રથમ 15,000 રુપિયા આપવામાં આવે છે, ત્યારબાદ 25,000 રુપિયા અને અંતે છેલ્લા હપ્તા તરીકે 50,000 રુપિયા આપવામાં આવે છે.

personal-loan-simple

Credit Cardથી કેશ બેક સુધી

આ યોજના હેઠળ, સરકાર જરૂરિયાતમંદોને માત્ર 90,000 રુપિયાની ગેરન્ટી ફ્રી લોન જ નથી આપતી, પરંતુ પીએમ સ્વનિધિના લાભાર્થીઓને UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ પણ આપે કરે છે. જોકે, સરકારે આ માટે ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે; જે લાભાર્થીઓ લોનનો બીજો હપ્તો સમયસર ચૂકવે છે, તેઓ 30,000 રુપિયા સુધીની મર્યાદા ધરાવતા ક્રેડિટ કાર્ડ માટે પાત્ર બને છે. આ ઉપરાંત, છૂટક અને જથ્થાબંધ વ્યવહારો માટે કરવામાં આવતી ડિજિટલ ચૂકવણી પર કેશબેકની સુવિધા પણ ઉપલબ્ધ છે.

લોન માટે ફક્ત આધાર જરુરી

પીએમ સ્વનિધિ યોજના હેઠળ સરકાર દ્વારા ત્રણ તબક્કામાં આપવામાં આવતી 90,000 રુપિયાની લોન મેળવવા માટે અરજદારોએ કોઈ જટિલ કે લાંબી કાગળની કાર્યવાહી કરવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડ હોવું પૂરતું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે તમારું આધાર કાર્ડ સાથે રાખીને આ લોન મેળવી શકો છો. આ યોજનાની અન્ય એક મહત્વની વિશેષતા એ છે કે લોનની રકમની ચુકવણી નાની EMI દ્વારા કરવાની સુવિધા મળે છે.

આ પણ વાંચોઃ 4 નવા ફોનની ધમાકેદાર એન્ટ્રી, ગૂગલે ભારતમાં લોન્ચ કરી રૂમાલની જેમ વળી જતી Pixel 11 સિરીઝ

સરળ છે લોન માટે એપ્લાઇ કરો

તમે કોઈપણ સરકારી બેંકમાં પીએમ સ્વનિધિ યોજના માટે અરજી કરી શકો છો. ફક્ત અરજી ફોર્મ મેળવો, જરૂરી વિગતો ભરો, તમારા આધાર કાર્ડની કોપી એટેચ કરો અને તેને જમા કરાવો. બેંક દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કર્યા પછી લોન મંજૂર કરવામાં આવે છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં આ સરકારી યોજનાના કુલ લાભાર્થીઓમાંથી 40 ટકા મહિલાઓ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

guarantee free loan PM Svanidhi Yojna credit card get only by aadhaar

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ