બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 4 નવા ફોનની ધમાકેદાર એન્ટ્રી, ગૂગલે ભારતમાં લોન્ચ કરી રૂમાલની જેમ વળી જતી Pixel 11 સિરીઝ

ટેક / 4 નવા ફોનની ધમાકેદાર એન્ટ્રી, ગૂગલે ભારતમાં લોન્ચ કરી રૂમાલની જેમ વળી જતી Pixel 11 સિરીઝ

Published By: Pravin Joshi

Last Updated: 12:25 AM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક જાયન્ટ ગૂગલે ભારતમાં તેની નવીનતમ Pixel 11 સિરીઝ હેઠળ ચાર નવા ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. AI થી સજ્જ આ સિરીઝમાં પાવરફુલ કેમેરા, એડવાન્સ AI ફીચર્સ અને ફોલ્ડેબલ ડિઝાઈનનો સમાવેશ થાય છે.

ગૂગલે ભારતમાં તેની મોસ્ટ અવેટેડ Pixel 11 સિરીઝ સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. આ સિરીઝ અંતર્ગત કંપનીએ ચાર નવા સ્માર્ટફોન રજૂ કર્યા છે, જેમાં Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL અને Pixel 11 Pro Fold નો સમાવેશ થાય છે. આ વખતે ગૂગલનું મુખ્ય ધ્યાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર છે. આ નવા સ્માર્ટફોન્સમાં ગૂગલની નવી Tensor G6 ચિપસેટ સાથે Gemini નું નવું નેનો મોડલ આપવામાં આવ્યું છે.

didha - 2026-08-13T002039.266

કિંમત

ભારતમાં Pixel 11 ની કિંમત 89,999 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Pixel 11 Pro ની શરૂઆતી કિંમત 1,19,999 રૂપિયા, Pixel 11 Pro XL ની કિંમત 1,34,999 રૂપિયા અને પાવરફુલ ફોલ્ડેબલ ફોન Pixel 11 Pro Fold ની કિંમત 1,86,999 રૂપિયા રાખવામાં આવી છે. આ તમામ ફોનની પ્રી-ઓર્ડર બુકિંગ શરૂ થઈ ગઈ છે અને તેમનું વેચાણ 20 August થી શરૂ થશે. HDFC Bank અને ICICI Bank ના કાર્ડ્સ પર કેશબેક તથા 24 મહિના સુધીની નો-કોસ્ટ EMI સુવિધા પણ ઉપલબ્ધ છે.

Pixel 11 ના સ્પેસિફિકેશન્સ

Pixel 11 માં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.3 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન 12GB રેમ સાથે 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં 48MP નો મેઈન કેમેરા છે જે અગાઉના મોડલ કરતા 56% વધુ લાઈટ કેપ્ચર કરે છે. આ સિવાય તેમાં 30x સુપર રિઝોલ્યુશન ઝૂમ, નાઈટ સાઈટ અને 30 કલાકથી વધુની બેટરી લાઈફ મળે છે. 30W કે તેથી વધુના ચાર્જરથી તે 30 મિનિટમાં 55% ચાર્જ થઈ શકે છે. તેનો કેમેરા બાર પણ 40% પાતળો કરવામાં આવ્યો છે.

Pixel 11 Pro અને Pro XL ના ફીચર્સ

Pixel 11 Pro માં 6.3 ઈંચ અને Pro XL માં 6.8 ઈંચની સુપર એક્ટુઆ (Super Actua) ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3,600 nits ની પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે પર બમણી મજબૂત એન્ટી-સ્ક્રેચ લેયર આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો બંનેમાં 50MP નો મેઈન કેમેરા, 48MP અલ્ટ્રાવાઈડ અને 48MP ટેલિફોટો કેમેરા (5x ઓપ્ટિકલ ઝૂમ અને 120x પ્રો ઝૂમ) આપવામાં આવ્યો છે. પ્રો મોડલ્સમાં ટેલિપ્રોમ્પ્ટર અને સ્ટોરીબોર્ડ એડિટિંગ જેવા ક્રીએટર સુઈટ ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

Pixel 11 Pro Fold અને અન્ય ગેજેટ્સ

ગૂગલે નવો Pixel 11 Pro Fold પણ રજૂ કર્યો છે જે જૂના મોડલ કરતા 1mm પાતળો, 10% હલકો અને 3 ગણો વધુ મજબૂત છે. તેમાં અંદર અને બહાર 8 ઈંચની સુપર એક્ટુઆ ફ્લેક્સ ડિસ્પ્લે, 16GB રેમ અને 512GB સ્ટોરેજ મળે છે.

આ સાથે જ કંપનીએ Pixel Watch 5 લોન્ચ કરી છે (41mm મોડલની કિંમત 42,900 રૂપિયા અને 45mm ની કિંમત 45,900 રૂપિયા). તેમાં સ્નેપડ્રેગન W5 Gen 2 ચિપસેટ છે. તેમજ Pixel Buds Pro 2 માટે નવા સોફ્ટવેર ફીચર્સ અને નવો ઓલિવ કલર રજૂ કરાયો છે.

વધુ વાંચો : કેતનની હત્યા માટે સિયા અને ચેતને કેવી રીતે કર્યુ પ્લાનિંગ? સ્નેપચેટ, ડિલીટ કરેલી ચેટ્સમાં મળ્યા પુરાવા

સ્માર્ટ AI ફીચર્સ અને 7 વર્ષનું સપોર્ટ

ગૂગલે આ સિરીઝમાં HiLight (ફ્લેશ લાઈટ દ્વારા ઈન્ફોર્મેશન ડિસ્પ્લે), Rambler (વોઈસ ટાઈપિંગમાંથી વધારાના અવાજો ફિલ્ટર કરવા), Magic Capture અને Camera Looks જેવા અનેક યુનિક AI ફીચર્સ ઉમેર્યા છે. કંપની આ સિરીઝ સાથે 7 વર્ષ સુધી ઓપરેટિંગ સિસ્ટમ, સિક્યુરિટી અને પિક્સલ ડ્રોપ અપડેટ્સ આપશે. Pro અને Fold મોડલના ખરીદદારોને 6 મહિના માટે Google AI Pro નું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pixel11ProFold GooglePixel11 Pixel11Pro

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ