બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં કાળ બન્યો વરસાદ, મૃત્યુઆંક વધીને 29 થયો, ગુમ લોકોની શોધખોળ ચાલુ

Surat Rain / સુરતમાં કાળ બન્યો વરસાદ, મૃત્યુઆંક વધીને 29 થયો, ગુમ લોકોની શોધખોળ ચાલુ

Ajitsinh Jadeja

Last Updated: 06:49 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Rain News: સુરતમાં મૂશળધાર વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. જેને લઇ જનજીવનને અસર થઇ છે.

Surat Rain News: સુરતમાં મૂશળધાર વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. જેને લઇ જનજીવનને અસર થઇ છે. વરસાદમાં ડૂબવા, વીજ કરંટ, વીજળી પડવાથી આકસ્મીક રીતે મોતનો આંકડો પણ વધ્યો છે. ચાર દિવસમાં વરસાદી આફતમાં મૃત્યુઆંક વધીને 29 થયો છે. વરસાદના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે ત્યારે ગુમ થયેલા લોકોને શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

સુરત શહેરમાં ત્રણ દિવસથી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાના બનાવ પણ બન્યા છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે સુરતમાં આવેલી ખાડીઓ ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ડૂબી ગયેલા ચાર વ્યક્તિઓ પૈકી વધુ ત્રણ યુવાનોના આજે મૃતદેહ મળ્યા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગુજરાત / પૂરગ્રસ્ત નવસારી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સાથે કરી હાઈલેવલ બેઠક

બીજી તરફ સચિન રોડ પર ખરવાસા ખાતેના તળાવ પાસે વરસાદને કારણે પાણીમાં બે મિત્રો ગરકાવ થયા હતા. જેમના મૃતદેહ આજે મળી આવ્યા છે. કડોદરા- સુરત વચ્ચેના માર્ગ પર બાઇક લઇ ઘરે પરત ફરી રહેલ એક રત્નકલાકાર માર્ગમાં પાણીમાં ડુબી ગયો હતો અને મોત નીપજ્યુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Rain Gujarat Rain Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ