બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / ભારતને મળશે ઓસ્ટ્રેલિયાનું યુરેનિયમ! જાણો આ ઐતિહાસિક ડીલ કેમ છે દેશ માટે ગેમ ચેન્જર
Last Updated: 07:37 PM, 9 July 2026
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બનીઝએ જાહેરાત કરી છે કે બંને દેશો એકબીજાના સહિયારા આર્થિક હિતો માટે સાથે મળીને કામ કરશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાએ એક કરાર દ્વારા ભારતને યુરેનિયમ સપ્લાય કરવાનો વાયદો કર્યો છે. ચાલો સમજીએ કે ભારતને યુરેનિયમની કેમ જરૂર છે. તેનો ઉપયોગ ક્યા થશે? ઓસ્ટ્રેલિયા પાસે યુરેનિયમનો કેટલો ભંડાર છે?
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના યુરેનિયમ સપ્લાય કરારને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. તે ફક્ત ઇંધણ ખરીદવાનો મામલો નથી, પરંતુ તેમાં ઉર્જા સુરક્ષા, સ્વચ્છ વીજળી અને વ્યૂહાત્મક સહયોગનો પણ સમાવેશ થાય છે. ભારત તેની ઝડપથી વધતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જાનો વિસ્તાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયામાંથી યુરેનિયમ ભારત માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
स्पोर्ट्स एक ऐसा सेक्टर है, जिससे भारत और ऑस्ट्रेलिया की साझेदारी को बहुत मजबूती मिलती है। मुझे पूरा विश्वास है कि दोनों देशों के बीच इस पार्टनरशिप का और विस्तार होगा। pic.twitter.com/VG5eA91jmq
— Narendra Modi (@narendramodi) July 9, 2026
ADVERTISEMENT
યુરેનિયમ શું છે?
યુરેનિયમ એક પ્રાકૃતિક રીતે બનતી કિરણોત્સર્ગી ધાતુ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં ઇંધણ તરીકે થાય છે. પરમાણુ રિએક્ટર યુરેનિયમમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે, જે મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે છે. યુરેનિયમનો ઉપયોગ ફક્ત વીજળી ઉત્પાદન સુધી મર્યાદિત નથી. તેનો ઉપયોગ ચિકિત્સા, વૈજ્ઞાનિક સંશોધન અને કેટલાક ઔદ્યોગિક કાર્યોમાં પણ થાય છે. જો કે ઓસ્ટ્રેલિયાથી ભારતને મળતું યુરેનિયમ ફક્ત શાંતિપૂર્ણ અને નાગરિક પરમાણુ કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવનાર છે.
ADVERTISEMENT
ભારત યુરેનિયમનું શું કરશે?
ભારત આ યુરેનિયમનો ઉપયોગ તેના પરમાણુ પાવર પ્લાન્ટમાં કરશે. દેશમાં પહેલાથી જ ઘણા પરમાણુ પાવર પ્લાન્ટ કાર્યરત છે, અને ઘણા નવા બનાવવામાં આવી રહ્યા છે. યુરેનિયમથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ઘરો, ઉદ્યોગોને વીજળી આપવા અને વધતી જતી ઉર્જા માંગને પહોંચી વળવા માટે કરવામાં આવશે. સરકાર કોલસા પર નિર્ભરતા ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા ઉત્પાદન વધારવા માગે છે. આ બધા પ્રયાસોમાં યુરેનિયમ એક મુખ્ય તત્વ છે. તે ભારતની ઉર્જા પ્રણાલીને વધુ મજબૂત અને સંતુલિત બનાવી શકે છે.
ADVERTISEMENT
ભારતને યુરેનિયમની જરૂર કેમ ?
ભારતમાં કેટલાક યુરેનિયમ ભંડાર છે, પરંતુ તેનો જથ્થો મર્યાદિત છે. વધુમાં સ્થાનિક ઉત્પાદન દેશની વધતી જતી જરૂરિયાતોને સંપૂર્ણ રીતે પૂર્ણ કરતું નથી. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ઉદ્યોગો વધી રહ્યા છે, શહેરો વિસ્તરી રહ્યા છે, અને વીજળીની માંગ સતત વધી રહી છે. તેથી ભારતને વિશ્વસનીય અને લાંબા સમય સુધી ચાલતા ઇંધણની જરૂર છે. આ જ કારણ છે કે ભારત કઝાકિસ્તાન, કેનેડા અને નામિબિયા જેવા દેશોમાંથી યુરેનિયમ આયાત કરે છે. ઓસ્ટ્રેલિયાથી યુરેનિયમ આયાત કરવાની શક્યતા પણ ખુલી ગઈ છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા પાસે કેટલું યુરેનિયમ?
ઓસ્ટ્રેલિયા વિશ્વના સૌથી મોટા યુરેનિયમ સંસાધનોમાંનું એક છે. વિવિધ આંતરરાષ્ટ્રીય અંદાજો અનુસાર વિશ્વના જાણીતા અને આર્થિક રીતે નિકાળવામાં આવતા યુરેનિયમ સંસાધનોના આશરે 28 થી 30 ટકા ઓસ્ટ્રેલિયામાં રહેલા છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયા, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી પ્રદેશમાં મોટા યુરેનિયમ ભંડાર છે. ઓલિમ્પિક ડેમ, રેન્જર અને ફોર માઇલ જેવી ખાણો વિશ્વના મુખ્ય યુરેનિયમ પ્રોજેક્ટ્સમાં શામેલ છે. ઓસ્ટ્રેલિયા પાસે વિશાળ ભંડાર હોવા છતાં, તે તેના પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર શું છે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર પર હસ્તાક્ષર પછી ઓસ્ટ્રેલિયાએ ભારતમાં યુરેનિયમ નિકાસના દરવાજા ખોલ્યા. આ કરાર હેઠળ ભારત આ યુરેનિયમનો ઉપયોગ ફક્ત તેના આંતરરાષ્ટ્રીય સ્તરે દેખરેખ હેઠળના અસૈનિક પરમાણુ પ્લાન્ટમાં જ કરશે. આ વ્યવસ્થાનું નિરીક્ષણ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના નિયમો અનુસાર કરવામાં આવે છે. આ કરારથી બંને દેશો વચ્ચે વિશ્વાસ અને વ્યૂહાત્મક ભાગીદારી પણ મજબૂત થઈ છે.
આ પણ વાંચોઃ વિશ્વ / મેલબોર્નમાં મોદીની ધમાકેદાર એન્ટ્રી! હજારો ભારતીયોએ કર્યું ઐતિહાસિક સ્વાગત, માર્વેલ સ્ટેડિયમ બન્યું 'મિની ઇન્ડિયા'
ભારત માટે આ ડીલનું શું મહત્વ?
આ કરાર અનેક કારણોસર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત લાંબા સમય સુધી યુરેનિયમનો વિશ્વસનીય પુરવઠો મળી શકે છે. પરમાણુ વીજ પ્લાન્ટોને નિયમિત ઇંધણ મળશે જેથી વીજળી ઉત્પાદન પર અસર નહી પડે. સ્વચ્છ ઊર્જાનો હિસ્સો વધશે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે. ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત બનશે અને તે ભવિષ્યની જરૂરિયાતો માટે વધુ સારી રીતે તૈયાર થશે. ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વસનીય ભાગીદાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.