બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:06 PM, 9 July 2026
ટાટા ગ્રુપની સૌથી મોટી કંપની અને દેશની અગ્રણી આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે 9 જૂલાઈ 2026 ના રોજ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીએ શાનદાર ત્રિમાસિક પરિણામોની સાથે-સાથે પોતાના રોકાણકારો માટે 12 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. TCS દ્વારા રેગ્યુલેટરી ફાઇલિંગમાં આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 30 જૂન 2026 ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી દીધી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વર્તમાન સમયના વૈશ્વિક પડકારો અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ TCS નો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.62% વધીને 13,349 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 12,760 કરોડ રૂપિયા નોંધાયો હતો.

ADVERTISEMENT
બીજી તરફ જો કંપનીની આવક એટલે કે રેવન્યુ (Revenue) ની વાત કરીએ તો, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન તેમાં 13.93% નો શાનદાર વધારો જોવા મળ્યો છે. આવકનો આ આંકડો ગયા વર્ષના સમાન ગાળાના 63,437 કરોડ રૂપિયાથી વધીને આ વખતે 72,275 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. TCS ના આ મજબૂત પરિણામો ભારતીય આઈટી સેક્ટરની સ્થિરતા અને મજબૂતાઈને દર્શાવે છે. આવકમાં આશરે 14% અને નફામાં 4.6% થી વધુના વધારા સાથે પ્રતિ શેર 12 રૂપિયાનું ડિવિડન્ડ રોકાણકારો માટે બજારમાં એક સકારાત્મક સંકેત લાવ્યું છે.

ADVERTISEMENT
કંપની તરફથી જાહેર કરાયેલું આ વચગાળાનું ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર શેરધારકોની યોગ્યતા નક્કી કરવાના હેતુથી કંપનીએ બુધવાર, 15 July 2026 ની તારીખને 'રેકોર્ડ ડેટ' (Record Date) તરીકે નક્કી કરી છે. આ અંતર્ગત પાત્ર રોકાણકારોના ખાતામાં ડિવિડન્ડની રકમનું ચુકવણી શુક્રવાર, 31 July 2026 ના રોજ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CNG અને રસોઈ ગેસના ફરી વધશે ભાવ... ઈરાન-અમેરિકા વચ્ચે બગડ્યા હાલત
ADVERTISEMENT
આ પરિણામોની જાહેરાત વચ્ચે ગુરુવારે TCS નો શેર મામૂલી વધારા સાથે 2,059 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, લાંબા ગાળાના પ્રદર્શન પર નજર કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં TCS ના શેરમાં આશરે 36% નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા 1 વર્ષના સમયગાળામાં તેમાં લગભગ 40% નો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, છેલ્લા 5 વર્ષમાં પણ TCS ના શેરે રોકાણકારોને થોડા નિરાશ કર્યા છે અને 5 વર્ષના ગાળામાં કંપનીના શેરે રોકાણકારોને આશરે 35% નું નુકસાન કરાવ્યું છે. તેમ છતાં, વર્તમાન ક્વાર્ટરના મજબૂત નફા અને ડિવિડન્ડના કારણે બજારના નિષ્ણાતો આગામી સમયમાં રિકવરીની આશા રાખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.