બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / CNG અને રસોઈ ગેસના ફરી વધશે ભાવ... ઈરાન-અમેરિકા વચ્ચે બગડ્યા હાલત

બિઝનેસ / CNG અને રસોઈ ગેસના ફરી વધશે ભાવ... ઈરાન-અમેરિકા વચ્ચે બગડ્યા હાલત

Nirav Kumar

Last Updated: 11:15 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ફરી LPG, CNG, PNG ગેસની શોર્ટેઝ પેદા થઇ છે કે. કેમ કે,અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરીવાર તણાવ વધ્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. જેમાં અમેરિકન સૈન્યએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ત્રણ જહાજો પર હુમલો કર્યો છે. આ હુમલાઓએ ઓઈલ અને ગેસના ગ્લોબલ સપ્લાય પર નવી ચિંતાઓ ઉભી કરી છે. આ દરમિયાન ભારત જઈ રહેલા કતારના LNG ટેન્કર પર ડ્રોન હુમલાના અહેવાલો પણ સામે આવ્યા છે. તેનાથી આગામી દિવસોમાં ભારતમાં LPG, CNG, PNG અને અન્ય પ્રકારના ગેસ વધુ મોંઘા થઈ શકે છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. ચાલો તેના વિષે જાણીએ.

  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું મહત્વ?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઇલ અને મોટા પ્રમાણમાં LNG પસાર થાય છે. જેમાં ભારત તેની કુદરતી ગેસની લગભગ અડધી જરૂરિયાતો ઈમ્પોર્ટ LNG દ્વારા પૂરી કરે છે, જેમાં કતાર સૌથી મોટો સપ્લાયર છે. કતારથી મોટાભાગનો LNG આ માર્ગ દ્વારા ગુજરાતના દહેજ જેવા ટર્મિનલ્સ પર જાય છે.

જેમાં અત્યારે ઓછામાં ઓછા ચાર તેલ અને ગેસ ટેન્કર પાછા ફર્યા છે. તેનાથી ગ્લોબલ એનર્જી બજારમાં ચિંતાઓ વધી છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ પર અસર પડી છે. બ્રેન્ટ ક્રૂડ 6 ટકા વધીને પ્રતિ બેરલ 78 ડોલરની આસપાસ પહોંચ્યું. જ્યારે યુએસ બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ પણ વધ્યો કેમ કે વેપારીઓ લાંબા સમય સુધી પુરવઠામાં ડિસ્ટ્રપશનની શક્યતાનું મૂલ્યાંકન કરી રહ્યા હતા.

જેમાં આ અંગે રોકાણકારોને ડર છે કે શિપિંગ પર નવા હુમલાઓ હોર્મુઝમાંથી એનર્જી સપ્લાયને ધીમો પાડી શકે છે. જેમાં ભલે સ્ટ્રેટ ટેક્નિકલ રીતે ખુલ્લું રહે. જેમાં ઈરાન એવા સંકેત આપી રહ્યું છે કે તે ગલ્ફ દેશોના પ્રસ્તાવિત ઓપ્શનલ શિપિંગ કોરિડોરનો વિરોધ કરશે અને તેના પસંદગીના માર્ગ સિવાયના માર્ગોનો ઉપયોગ કરતા જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખી શકે છે.

  • ભારતીય ગ્રાહકોને થશે અસર ?

પેટ્રોલ અને ડીઝલથી ઊંધું CNG અને PNG ના ભાવ માત્ર ડોમેસ્ટિક ગેસ ઉત્પાદન દ્વારા જ નહીં પરંતુ ઈમ્પોર્ટ LNG ની કિંમત દ્વારા પણ પ્રભાવિત થાય છે. જો ઊંચા દર, વીમા ખર્ચ કે સપ્લાયમાં અછતને કારણે LNG કાર્ગો વધુ મોંઘા થાય તો શહેર ગેસ ડિસ્ટ્રીબ્યુટરને ઊંચા ખરીદી ખર્ચનો સામનો કરવો પડી શકે છે.

વધુ વાંચો : શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થઇ જશે? સાઉદી અરબથી આવ્યા ગુડ ન્યૂઝ

આ વાહનોમાં વપરાતા CNG, ઘરોમાં પૂરા પાડવામાં આવતા PNG અને ઇન્ડસ્ટ્રી અને વ્યાપારી લોકોને પૂરા પાડવામાં આવતા ગેસ પર અસર કરી શકે છે. આ પરિસ્થિતિ ગંભીર માનવામાં આવે છે કેમ કે યુએસે ઈરાનને આપવામાં આવેલી કામચલાઉ ઓઇલ એક્સપોર્ટ મુક્તિ પાછી ખેંચી લીધી છે. તેનાથી ગ્લોબલ એનર્જી માર્કેટમાં અનિશ્ચિતા વધી છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LNG Tanker Gas Shortage American Military
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ