બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યભરમાં તમાકુ, સોપારી, સીગરેટના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા, 27 પેઢીની કરચોરી સામે આવી

અમદાવાદ / રાજ્યભરમાં તમાકુ, સોપારી, સીગરેટના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા, 27 પેઢીની કરચોરી સામે આવી

Vishal Khamar

Last Updated: 11:21 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં તમાકુ, સોપારી અને સીગારેટના વેપારીઓ પર GST ના દરોડા પડ્યા હતા. સ્ટેટ જીએસટીની ટીમે ગુજરાતના 10 સ્થળોએ દરોડા પાડ્યા છે.

ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચૂનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સામે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને પ્રાથમિક તપાસમાં જ ₹6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિલ વિના વેચાણ, બિનહિસાબી સ્ટોક અને વાસ્તવિક ટર્નઓવર છુપાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ તપાસ હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો વધુ વધવાની શક્યતા છે.

27 વેપારીઓના 41 સ્થળોએ એકસાથે દરોડા

SGST વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે 8 જુલાઈએ અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળા સહિતના વિસ્તારોમાં 27 વેપારીઓના 41 ધંધાકીય સ્થળો પર એકસાથે તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ વેપારીઓના હિસાબી દસ્તાવેજો, સ્ટોક અને વેચાણના રેકોર્ડની સઘન ચકાસણી કરી હતી.

હિસાબ અને સ્ટોકમાં મોટો તફાવત

તપાસ દરમિયાન અનેક સ્થળોએ હિસાબી ચોપડા અને સ્થળ પર ઉપલબ્ધ વાસ્તવિક સ્ટોક વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. ઉપરાંત કેટલાક વેપારીઓ દ્વારા બિલ વિના વેચાણ કરવામાં આવતું હોવાની અને વેચાણની નોંધ હિસાબોમાં કરવામાં ન આવતી હોવાની હકીકત પણ સામે આવી છે. જેના કારણે વાસ્તવિક ટર્નઓવર ઓછો દર્શાવીને GSTની જવાબદારી ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પ્રાથમિક તબક્કે ₹6.54 કરોડની કરચોરી

સ્ટોકમાં તફાવત, બિનહિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે વિભાગે પ્રાથમિક તબક્કે ₹6.54 કરોડની કરચોરી શોધી કાઢી છે. ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 હેઠળ સંબંધિત વેપારીઓ સામે વેરાની વસૂલાત અને જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બિલ વિના વેચાણ સામે કડક અભિયાન

વિભાગના જણાવ્યા મુજબ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને બિલ વિના થતાં વેચાણથી બચાવવાનો, વેપારીઓ વાસ્તવિક ટર્નઓવર જાહેર કરે તે સુનિશ્ચિત કરવાનો અને નિયમિત કરપાલનને પ્રોત્સાહન આપવાનો છે. SGST વિભાગ અન્ય મહત્વના B2C ક્ષેત્રોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખશે અને ઉપલબ્ધ માહિતીના આધારે કરચોરીના વધુ કેસો શોધી કાઢવામાં આવશે.

આ પણ વાંચોઃ TAT-HSની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, જાણો કઈ તારીખે યોજાશે પરીક્ષા

વેપારીઓને ચેતવણી

SGST વિભાગે તમામ વેપારીઓને દરેક વેચાણ માટે નિયમ મુજબ ટેક્સ ઇનવોઇસ જારી કરવા, સંપૂર્ણ અને સાચા હિસાબો જાળવવા તેમજ GST રિટર્નમાં વાસ્તવિક ટર્નઓવર દર્શાવી સમયસર વેરો ભરવાની અપીલ કરી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કરચોરી, બિલ વિના વેચાણ અથવા બિનહિસાબી વ્યવહારોમાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કાયદા મુજબ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tobacco traders GST GST raid Gujarat Gujarat GST raids
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ