બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / આ મુસ્લિમ અભિનેત્રીએ ગુરુ દત્તનું જીવન બરબાદ કરી દીધું હતું? એકલતાએ એવી હાલત કરી કે 39 વર્ષની ઉંમરે થયું રહસ્યમય મોત
9 ફોટો ગેલેરી
Last Updated: 08:02 PM, 9 July 2026
1/9
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક એવા લેજેન્ડ નામ છે જેમને આજે પણ યાદ કરવામાં આવે છે. જેમાં ગુરુ દત્ત એવા એક્ટરમાના એક છે. તેઓ માત્ર એક શાનદાર એક્ટર જ નહીં પરંતુ ડાયરેક્ટર અને મેકર તરીકે પણ ભારતીય સિનેમાને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. આજે તેમની 101મી જન્મજયંતિ પર સમગ્ર ફિલ્મ જગત તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરી રહ્યું છે.
2/9
3/9
ગુરુ દત્તે એવી ફિલ્મો બનાવી હતી કે, જેમને સમાજ, સંબંધો અને હ્યુમન ઈમોશન ખુબ સુંદર રીતે પર્દા પર ઉતારી હતી. તેમની ડાયરેક્ટર તરીકે ફિલ્મો ‘આર-પાર’, ‘બાજી’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌધવીં કા ચાંદ’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’ અને ‘ભરોસા’ આજે પણ ઇન્ડીયન સિનેમાની બેસ્ટ ફિલ્મો ગણાય છે. તેમની ફિલ્મોની સ્ટોરી, મ્યુઝીક અને સિનેમેટોગ્રાફી આજે પણ ઘણા લોકો માટે પ્રેરણાનો સ્રોત છે.
4/9
ગુરુ દત્તે 1953માં ફેમસ સિંગર ગીતા દત્ત સાથે લગ્ન કર્યા હતા. બંને તે સમયના સૌથી વધુ ચર્ચિત કપલ હતુ. આ લગ્ન પછી તેમને ત્રણ સંતાનો થયા હતા. શરૂઆતના વર્ષોમાં તેમનો સંબંધ સારો રહ્યો હતો. પરંતુ સમય જતાં તેમના રીલેશનમાં તિરાડ પડવા લાગી હતી. અને અંતે ગીતા દત્ત ગુરુ દત્તથી અલગ થઈ ગયા હતા.
5/9
ગુરુ દત્તની પ્રાઈવેટ લાઈફમાં એક સમયે તેમનું નામ હિન્દી સિનેમાની ફેમસ એક્ટ્રેસ વહીદા રહેમાન સાથે જોડાયું હતું. જેમાં ગુરુ દત્તે જ વહીદા રહેમાનને ફિલ્મ ‘સી.આઈ.ડી.’ દ્વારા મોટો બ્રેક આપ્યો હતો. ત્યાર બાદ આ બંને વચ્ચે નિકટતા વધી હતી. આ રીલેશને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચાઓ થતી હતી.. જેમાં ‘સી.આઈ.ડી.ની સફળતા બાદ વહીદા રહેમાન ગુરુ દત્તની ફિલ્મોની મુખ્ય પ્રેરણા બની ગઈ હતી. જેમાં આ બંનેએ ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘સાહિબ બીબી ઔર ગુલામ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાની નજીક આવી ગયાં હતા.
6/9
અમુક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુરુ દત્ત અને વહીદા રહેમાન વચ્ચે અલગતાનું મુખ્ય કારણ ગુરુ દત્તનું પહેલેથી જ વિવાહિત હોવું હતું. જેમાં વહીદા રહેમાનના આગમન બાદ ગુરુ દત્તના લગ્નજીવનમાં તિરાડ પડી હતી. જેમાં ગીતા દત્ત ઇનસીક્યોર ફિલ કરવા લાગ્યા અને અફવાઓ પણ ફેલાઈ કે ગુરુ દત્ત વહીદા સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવા તૈયાર છે. આથી ગીતા દત્તે ત્રણેય બાળકોને લઈને ગુરુ દત્તને છોડી દીધા હતા.
7/9
ગુરુ દત્ત પરિવારમાં આ રીતનું વાતાવરણ બનતા અને ફિલ્મોની પણ નિષ્ફળતાને કારણે ગુરુ દત્ત માનસિક અને આર્થિક રીતે તૂટી ગયા હતા. બાદમાં તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ ગીતા દત્ત પાસે માફી માંગવા ગયા હતા. તેમને વહીદા રહેમાનથી અંતર વધારવાનું શરૂ કર્યું હતું. વહીદા રહેમાને પણ આ તણાવપૂર્ણ વાતાવરણમાંથી પોતાને અલગ કરી લીધા હતા.
8/9
પોતાના પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવવા છતાં પર્સનલ લાઈફમાં ગુરુ દત્ત અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા હતા. જેમાં લગ્નથી લગ થવું અને સંબંધોમાં અંતરે તેમના મેન્ટલ હેલ્થને અસર કરી હતી. તેઓ ધીરે ધીરે એકલાપણાનો શિકાર બન્યા હતા અને દારૂની લતે પણ તેમની જિંદગીને બરબાદ કરી હતી. તેમના અંતિમ વર્ષોમાં તેઓ ભારે તણાવ અને ઈમોશનલ સ્ટ્રગલથી પસાર થઈ રહ્યા હતા.
9/9
9 ઓક્ટોબર 1964ના રોજ ગુરુ દત્ત તેમની ફિલ્મ 'બહારે ફિર ભી આયેંગી’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. પરંતુ બીજા જ દિવસે 10 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના તેમના ઘરમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 39 વર્ષની જ હતી. તેમના આ રહસ્યમય મૃત્યુને લઈને વર્ષોથી અનેક અનુમાનો લગાવવામાં આવે છે. પરંતુ આજે પણ તેની ઠોસ માહિતી કોઈ પાસે નથી. આજે ગુરુ દત્ત ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમની ફિલ્મો તેમનું ડાયરેક્શન અને સ્ટોરી ટેલીંગની આર્ટ તેમને અમર બનાવી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ