બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હર્ષ સંઘવી, ઝડપી સર્વેનું આપ્યું આશ્વાસન, ભાવવિભોર થયા વેપારીઓ

સુરત / અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હર્ષ સંઘવી, ઝડપી સર્વેનું આપ્યું આશ્વાસન, ભાવવિભોર થયા વેપારીઓ

Kalpesh Kandoria

Last Updated: 07:41 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદ બાદ સુરતમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરાછાના પોદ્દાર આર્કેડ અને યશ પ્લાઝાની મુલાકાત લીધી.

સુરત: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને વેપારીઓ અને સ્થાનિકોની સમસ્યાઓ જાણી હતી. વરાછા વિસ્તારના પોદ્દાર આર્કેડ અને યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં પહોંચેલા હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી.

યશ પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે નાયબ મુખ્યમંત્રીએ વેપારીઓ સાથે બેસીને ચાની ચૂસકી પણ લીધી હતી. આ દરમિયાન તેમણે વરસાદથી થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરાવવામાં આવશે અને અસરગ્રસ્તોને યોગ્ય રાહત મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું હતું.

હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતીઓએ ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં જે હિંમત અને ધીરજ દાખવી છે તે પ્રશંસનીય છે. તેમણે સુરતના નાગરિકોને સલામ કરતાં સરકાર દરેક અસરગ્રસ્તની સાથે ઉભી હોવાનું જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આવતીકાલે સાંજે 5 વાગ્યે જિલ્લા કલેક્ટર સાથે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં તેઓ પોતે પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં બ્રિજના નિર્માણ સાથે સંકળાયેલી સિક્કો કંપનીના અધિકારીઓને પણ કલેક્ટર કચેરીએ બોલાવવામાં આવશે. જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણો અને જવાબદારી અંગે ચર્ચા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો- પૂરગ્રસ્ત નવસારી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સાથે કરી હાઈલેવલ બેઠક

મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ શહેરના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો અને સરકાર તરફથી શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી હતી.

આ દરમિયાન પોદ્દાર આર્કેડ અને યશ પ્લાઝાના વેપારીઓએ તેમની સમસ્યાઓને પ્રાથમિકતા સાથે પ્રસારિત કરવા બદલ VTV NEWSનો આભાર વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે તેમની પીડાને ચેનલ દ્વારા સરકાર સુધી પહોંચાડવામાં આવતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને હવે સમસ્યાના ઉકેલની આશા જાગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DYCM Harsh Sanghavi Surat Rain Harsh Sanghavi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ