બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / યોગિની એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરશો આ 5 ભૂલો! નહીં તો વ્રતનું પુણ્ય થઈ જશે વ્યર્થ

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / યોગિની એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરશો આ 5 ભૂલો! નહીં તો વ્રતનું પુણ્ય થઈ જશે વ્યર્થ

Last Updated: 04:49 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવતીકાલે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને સમર્પિત યોગિની એકાદશી છે. આ દિવસે લોકો ઉપવાસ અને વ્રત રાખે છે. જેમાં અમુક ભૂલો ન કરવી જોઈએ .

1/8

photoStories-logo

1. યોગિની એકાદશી

હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું આગવું મહત્વ છે. જેમાં અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી ગણાય છે. આ વ્રત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ અને ધાર્મિક વિધિઓ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ અને સમૃદ્ધિ મળે છે. આ વર્ષે યોગિની એકાદશી 10 જુલાઈના રોજ આવશે. એકાદશી વ્રતના અમુક કડક નિયમો છે. જો આ દિવસે કોઈ ભૂલ થઈ જાય તો અજાણતાં પણ, વ્રતનો સંપૂર્ણ લાભ મળતો નથી. ચાલો જાણીએ કે યોગિની એકાદશી પર કઈ ભૂલો ન કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ચોખા ન ખાઓ

એકાદશી પર સૌથી મહત્વનો નિયમ ચોખાનો ત્યાગ કરવાનો છે. એકાદશી પર ચોખા ખાવાનું પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે ચોખા ખાવાથી આગળનો જન્મ સરકતા પ્રાણીના રૂપમાં આવે છે. આથી ઉપવાસ ન કરતા પરિવારના બીજા સભ્યોએ પણ આ દિવસે ભાત ન ખાવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. તુલસીના પાન તોડશો નહીં

ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી માનવામાં આવે છે. પરંતુ એકાદશી પર તુલસીના છોડને પાણી ચઢાવવા કે તેના પાન તોડવા પર સખત પ્રતિબંધ છે. માતા તુલસી એકાદશી પર ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. આથી એક દિવસ અગાઉ પૂજા માટે તુલસીના પાન તોડીને રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. તામસિક ભોજન અને નશીલા પદાર્થો

યોગિની એકાદશીના પવિત્ર દિવસે ઘરમાં સંપૂર્ણરીતે સાત્વિક વાતાવરણ હોવું જોઈએ. આથી માંસ, દારૂ, ડુંગળી, લસણ કે બીજી કોઈપણ તામસિક ખોરાક ન લો. આ સિવાય દાળ, રીંગણ અને મૂળા ખાવાનું પણ ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. વાદ વિવાદ, ગુસ્સો

એકાદશી વ્રત માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ શુદ્ધતાનો દિવસ છે. આથી આ દિવસે કોઈ પર ગુસ્સો કરવાનું, વાદ વિવાદ,કરવાનું કે કોઈનું ખરાબ બોલવાનું ટાળો અને અપશબ્દો તો ના જ બોલો. આ દરમિયાન ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો કેમ કે, લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને જ્યાં ઝઘડો થાય છે તે સ્થાન છોડી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. દિવસે ન ઊંઘો

ઉપવાસ કરનાર વ્યક્તિએ એકાદશીના દિવસે દિવસ દરમિયાન ન ઊંઘવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ આળસ છોડી દેવી જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રોચ્ચાર, કીર્તન કે ધાર્મિક ગ્રંથોનું પાઠ કરવામાં વ્યસ્ત રહેવું. આ દરમિયાન રાત્રે જાગવાને પણ ખાસ મહત્વ અપાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. એકાદશી પર શું કરવું?

યોગિની એકાદશી પર જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, પાણી, પીળા કપડાં કે છત્રીનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પીળા ફૂલો, પીળા ચંદન અને કેળા અર્પણ કરો. પ્રસાદમાં પહેલાથી તોડી નાખેલા તુલસીના પાનનો સમાવેશ કરવાનું યાદ રાખો. તથા વ્રત કે પૂજાના અંતે કોઈપણ અજાણતા ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માંગવાનું ભૂલશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmi Mata Lord Vishnu Yogini Ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ