બ્રેકિંગ ન્યુઝ
10 ફોટો ગેલેરી
Last Updated: 04:28 PM, 9 July 2026
1/10
શેરબજારમાં ક્યારે કયા શેરમાં તેજીની આંધી આવી જાય તે કહેવું મુશ્કેલ હોય છે, પરંતુ જ્યારે કોઈ સ્ટોક ચાલે છે ત્યારે તે બે-ચાર વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દે છે. આવું જ કંઈક શાનદાર રિટર્ન કેપસ્ટોન સર્વિસીસ લિમિટેડ (KAPSTON) ના શેરે આપ્યું છે. આ શેરે માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ અંદાજે 1091% (લગભગ 1100 ટકા) નું મસમોટું રિટર્ન આપ્યું છે. કેપસ્ટોન સર્વિસીસ લિમિટેડનો આ શેર વર્ષ 2022 માં માત્ર 33 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે વર્ષ 2026 માં વધીને 393 રૂપિયાના ઓલ-ટાઇમ હાઇ (સર્વોચ્ચ) સ્તરે પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે આ શેરે રોકાણકારોના નાણાંને લગભગ 12 ગણા વધારી દીધા છે. હાલમાં આ સ્ટોક NSE પર ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન 6% ના વધારા સાથે 378.60 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના ઓલ-ટાઇમ હાઇ સ્તરથી માત્ર 15 રૂપિયા નીચે છે.
2/10
જો આજના ઇન્ટ્રા-ડે બિઝનેસની વાત કરીએ તો, કેપસ્ટોન સર્વિસીસ લિમિટેડ (KAPSTON) નો શેર 351 રૂપિયા પર ખૂલ્યો હતો અને ત્યારબાદ તેમાં સતત ખરીદી જોવા મળી હતી. આ શેરે દિવસ દરમિયાન 383.90 રૂપિયાની સર્વોચ્ચ સપાટીને પણ સ્પર્શી લીધી હતી, જોકે બાદમાં થોડો લપસીને 378 રૂપિયાની નજીક બંધ આવ્યો હતો. આ પૂર્વે બુધવારે આ શેર 354.50 રૂપિયા પર બંધ થયો હતો. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં શેર શરૂઆતમાં લાલ નિશાન (ઘટાડા) સાથે ખૂલ્યો હતો, પરંતુ ત્યારબાદ જોરદાર રિકવરી સાથે તે લીલા નિશાન તરફ આગળ વધતો ગયો હતો.
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
સામાન્ય રીતે માઇક્રો-કેપ (Micro-Cap) એવી કંપનીઓને કહેવામાં આવે છે જેનું માર્કેટ કેપ ઘણું નાનું એટલે કે 500 કરોડ રૂપિયાથી ઓછું અથવા વધુમાં વધુ 1,000 કરોડ રૂપિયા સુધીનું હોય છે. કેપસ્ટોન સર્વિસીસ લિમિટેડનું વર્તમાન માર્કેટ કેપ આશરે 1,145.77 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. તાજેતરમાં જ શેરના ભાવમાં આવેલા તોફાની ઉછાળાને કારણે આ કંપની હવે ટેકનિકલ રીતે 'માઇક્રો-કેપ' ની શ્રેણીમાંથી બહાર નીકળીને 'સ્મોલ-કેપ' કંપની બનવા તરફ આગળ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ