બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારતીયોની E20 પર બાબલ, 100% ઈથેનોલ પર દોડી રહી છે આ દેશની ગાડીઓ, જાણો આ કઈ રીતે કરી બનાવ્યું ત્યાંની સરકારે?

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / ભારતીયોની E20 પર બાબલ, 100% ઈથેનોલ પર દોડી રહી છે આ દેશની ગાડીઓ, જાણો આ કઈ રીતે કરી બનાવ્યું ત્યાંની સરકારે?

Last Updated: 05:07 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં પેટ્રોલની અંદર 20% એથેનોલના મિશ્રણ એટલે કે E20 ફ્યુઅલને લઈને વાહન ચાલકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે દાયકાઓથી સફળતાપૂર્વક 100% એથેનોલ (E100) નો ઉપયોગ કરી રહેલા બ્રાઝિલ મોડેલની ચર્ચાએ જોર પકડ્યું છે.

1/6

photoStories-logo

1. ભારતીયોની E20 પર બાબલ, 100% ઈથેનોલ પર દોડી રહી છે આ દેશની ગાડીઓ, જાણો આ કઈ રીતે કરી બતાવ્યું ત્યાંની સરકારે?

ભારતમાં હાલમાં ઈથેનોલ મિશ્રિત ઇંધણને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. ભારત સરકારે દેશભરમાં E20 ફ્યુઅલ એટલે કે 80% પેટ્રોલમાં 20% એથેનોલ મિશ્રણ ધરાવતા ઇંધણનો નિયમ લાગુ કરી દીધો છે. આટલું જ નહીં, હવે સરકાર દેશમાં આગામી ચરણ હેઠળ E25, E30, E85 અને E100 ફ્યુઅલ લાવવાની જોરશોરથી તૈયારી કરી રહી છે. આ જાહેરાત બાદ દેશભરમાં તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. સામાન્ય વાહન ચાલકોનું કહેવું છે કે ઈથેનોલ યુક્ત પેટ્રોલના કારણે તેમના વાહનો ખરાબ થઈ રહ્યા છે. લોકોમાં ચિંતા છે કે જો E20 ની અસર વાહનોના એન્જિન અને માઇલેજ પર આટલી ખરાબ પડી રહી હોય, તો ભવિષ્યમાં E25, E30, E85 અને E100 આવવાથી વાહનોની હાલત શું થશે? ઘણા લોકોની માંગ છે કે ભારતમાં E20 ફ્યુઅલને માત્ર એક વિકલ્પ તરીકે રાખવું જોઈએ, પરંતુ હાલમાં દેશના તમામ પેટ્રોલ પંપ પર માત્ર E20 ફ્યુઅલ જ મળી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઈથેનોલના આગામી ચરણની સરકારી તૈયારીઓ

દેશમાં હાલ ચાલી રહેલા વિરોધ વચ્ચે પણ સરકાર પોતાના પ્લાન પર મક્કમ છે. સરકાર દ્વારા હાલમાં E25 અને E30 ફ્યુઅલને લઈને સઘન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, મોટર વાહન નિયમોમાં સુધારો કરીને E85 અને E100 ઇંધણને કાયદાકીય માન્યતા આપવા માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. સરકારના આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે દેશમાં એથેનોલના વપરાશને મોટા પાયે વધારવા માટે આગામી સ્ટેજની તૈયારીઓ થઈ ચૂકી છે. આ વિવાદો વચ્ચે દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલની ચર્ચા ખૂબ થઈ રહી છે, જ્યાં છેલ્લા ઘણા દાયકાઓથી હાઈ-ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલનો ઉપયોગ અત્યંત સફળતાપૂર્વક થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બ્રાઝિલમાં કેમ સુપરહિટ રહ્યું ઈથેનોલ મોડેલ?

ઓટોમોબાઈલ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જો બાયોફ્યુઅલને સાચી રીતે કેવી રીતે અમલમાં મૂકવું તે સમજવું હોય તો બ્રાઝિલ વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે આ વૈકલ્પિક ઊર્જાને અચાનક દેશ પર થોપી નથી દીધી, પરંતુ તેને પાયાના સ્તરેથી ધીમે ધીમે વિકસિત કરી છે. 1970 ના દાયકાથી શરૂ થયેલી 50 વર્ષની લાંબી સફરમાં, બ્રાઝિલે શેરડીના ખેતરોને ઇંધણના એક મોટા વ્યૂહાત્મક ભંડારમાં ફેરવી દીધા. તેમના આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત તેની કાર્યક્ષમતા છે. ત્યાંની પ્રોસેસિંગ મિલો વીજળી ઉત્પન્ન કરવા માટે શેરડીના કૂચાનો ઉપયોગ કરે છે. આનાથી એક એવું આત્મનિર્ભર ચક્ર બને છે જે સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 60% થી વધુનો ઘટાડો કરે છે. આ 'ગ્રીન પરિવર્તન' ના કારણે તેમની અર્થવ્યવસ્થા ધીમી નથી પડી પરંતુ વધુ મજબૂત બની છે. જ્યારે બ્રાઝિલે વર્ષ 2003 માં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન રજૂ કર્યા, ત્યારે સામાન્ય ડ્રાઇવરોને કોઈપણ પેટ્રોલ પંપ પર ઈથેનોલ અથવા પેટ્રોલમાં જે ગમે તે પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી મળી, જેનાથી આખો દેશ વૈશ્વિક તેલ સંકટની અસરોથી સુરક્ષિત થઈ ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઈથેનોલ બ્લેન્ડિંગ રોડમેપ

ભારતમાં પણ આપણે ખૂબ જ ઝડપથી આપણા ઈથેનોલ બ્લેન્ડિંગ રોડમેપને આગળ વધારી રહ્યા છીએ અને દેશભરમાં E20 ના નિયમો લાગુ કરી રહ્યા છીએ, ત્યારે બ્રાઝિલ આપણા માટે એક ઉત્તમ વાસ્તવિક ઉદાહરણ છે. તેઓ સાબિત કરે છે કે સમજદારીપૂર્વકની સરકારી નીતિ, સ્થાનિક ખેતી અને મજબૂત ઓટોમોટિવ એન્જિનિયરિંગની મદદથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આખા દેશને ગતિશીલ રાખી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ભારત અને બ્રાઝિલ વચ્ચે મોટો તફાવત

બ્રાઝિલમાં ફ્લેક્સ ફ્યુઅલ વાહનો સફળ થવાનું મુખ્ય કારણ સરકારની પ્રાઇસ સપોર્ટ (Price Support) નીતિ પણ છે, જેના લીધે એથેનોલ મિશ્રિત ઇંધણ ત્યાં સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું સસ્તું મળે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે ગ્રાહકો ઇંધણના ભાવ અને પોતાની જરૂરિયાત મુજબ ગમે તે ફ્યુઅલ પસંદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફ્યુઅલ પસંદ કરવાની આઝાદી

ભારત અને બ્રાઝિલની નીતિમાં સૌથી મોટો તફાવત આ 'ફ્યુઅલ પસંદ કરવાની આઝાદી' નો જ છે. ભારતમાં હાલમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે અલગ-અલગ ઇંધણ (જેમ કે શુદ્ધ પેટ્રોલ કે મિશ્રિત પેટ્રોલ) પસંદ કરવાનો કોઈ વિકલ્પ જ નથી, જ્યારે બ્રાઝિલમાં દાયકાઓથી આ લોકશાહી વ્યવસ્થા સફળતાપૂર્વક લાગુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BrazilE100 EthanolBlending E20Fuel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ