ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 20 વર્ષ પહેલા સૈફ અલી ખાનને ઓફર થયો હતો ન્યૂડ સીન, કહ્યું - ના કહીને આજે પસ્તાવો

મનોરંજન / 20 વર્ષ પહેલા સૈફ અલી ખાનને ઓફર થયો હતો ન્યૂડ સીન, કહ્યું - ના કહીને આજે પસ્તાવો

Published By: Nirav Kumar

Last Updated: 04:29 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૈફ અલી ખાને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, 20 વર્ષ પહેલા વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં તેને ન્યૂડ સીન ઓફર થયો હતો. પણ તેને ઇન્કાર કરી દીધો હતો.

ADVERTISEMENT

વિશાલ ભારદ્વાજની ફિલ્મ "ઓમકારા" રિલીઝ થયાને 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આજે પણ આ ફિલ્મ હિન્દી સિનેમાની બેસ્ટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. લોકો ખાસ કરીને સૈફ અલી ખાનના લંગડા ત્યાગીના રોલને યાદ કરે છે. હવે આ ફિલ્મને લઇ સૈફ અલીએ એક કિસ્સો શેર કર્યો છે જે ફેંસ પણ ચોંકી ગયા છે.

  • સૈફ એક ન્યૂડ સીન કરવાનો હતો

એક ઇન્ટરવ્યુમાં સૈફે ખુલાસો કર્યો કે આ ફિલ્મના એક સીન દરમિયાન ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે તેમને પૂછ્યું કે શું તેઓ તે સીન કપડાં વગર કરવા માંગે છે. સૈફે કહ્યું "એક લાંબો સીન હતો જેમાં હું અરીસા સામે ઉભો હતો. વિશાલજીએ મને પૂછ્યું, 'શું તમે આ સીન ન્યૂડ કરીશ?' મને આ વિચાર ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ લાગ્યો પરંતુ સેટ પર ઘણા લોકો હાજર હતા આથી હું થોડો ખચકાટ અનુભવતો હતો. મેં તેમને કહ્યું, 'જો તમે મને ન્યૂડ ડાયરેક્ટ કરવાનું કરશો તો હું પણ તે કરીશ.' વિશાલ હસ્યા અને કહ્યું, 'ના હું નહીં કરીશ.' અને તે વાતચીતનો અંત હતો."

સૈફે સ્વીકાર્યું કે હવે તેને લાગે છે કે તેને તે સીન કરવો જોઈતો હતો. તેને કહ્યું, "પાછળ વળીને જોતાં મને લાગે છે કે મને કોઈ સમસ્યા ન થઈ હોત. જો સિલુએટ પાછળથી શૂટ કરવામાં આવ્યું હોત તો આ સીન વધુ શાનદાર હોત. તે સમયે અમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો મને આજે આવો મોકો મળે તો હું ચોક્કસપણે આ સીન કરીશ."

  • છેલ્લી ઘડીએ આખો સીન થયો ચેન્જ

સૈફે સમજાવ્યું કે શરૂઆતમાં આ સીનમાં તેનો એક લાંબો સંવાદ હતો જેમાં તેનું પાત્ર તેના બદલા વિશે વાત કરે છે. પરંતુ શૂટિંગ પહેલાં વિશાલ ભારદ્વાજે આખો સીન ચેન્જ કરી નાખ્યો હતો. તેણે કહ્યુ "વિશાલજીએ કહ્યું કે કોઈ ડાયલોગ નહીં હોય. તેમણે મને એક ભારે હથોડા જેવી વસ્તુ આપી અને મને કહ્યું કે અરીસા સામે ઊભા રહીને તેને તોડી નાખો. અરીસો તૂટી જશે, મારા હાથમાંથી લોહી વહેશે અને હું તે લોહી મારા કપાળ પર લગાવીશ. તે સીન હશે. તે સમયે મને સમજાયું કે આખો ગુસ્સો અને બદલો એક પણ સંવાદ વગર બતાવી શકાય છે. મને તેમનો વિચાર એકદમ શાનદાર લાગ્યો હતો."

વધુ વાંચો : હર્ષદ ચોપડા જ નહીં, અન્ય ત્રણ એક્ટર્સ સાથે પણ જોડાયુ છે શિવાંગી જોશીનું નામ!

  • આમિર ખાનને આ રોલ ઓફર કરાયો હતો

આ ઇન્ટરવ્યુમાં સૈફે એ અફવા પર પણ ચર્ચા કરી હતી કે લંગડા ત્યાગીનો રોલ આમિર ખાનને ઓફર કરવામાં આવ્યો હતો. જેમાં સૈફે કહ્યું, "વિશાલજીએ મને બાદમાં કહ્યું કે આમિર પાત્ર વિશે ઘણા સાવલ પૂછી રહ્યો છે અને અમુક બાબતોમાં ફેરફાર પણ કરવા માંગતો હતો. પરંતુ વિશાલ કદાચ સ્ટોરી તે દિશામાં લઈ જવા માંગતો ન હતો. આથી તેને બાદમાં મને ફોન કરીને મને આ રોલ ઓફર કર્યો હતો."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nude Scene Omkara Saif Ali Khan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ