બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / IMF નહીં, ADBને ભારતની ઈકોનોમી પર છે સૌથી વધુ ભરોસો, જાણો અનુમાન

બિઝનેસ / IMF નહીં, ADBને ભારતની ઈકોનોમી પર છે સૌથી વધુ ભરોસો, જાણો અનુમાન

Jinal Chauhan

Last Updated: 11:20 AM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની અર્થવ્યવસ્થાને લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) બાદ હવે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ પણ પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. ADBનો અંદાજ IMF કરતા થોડો વધારે છે.

ADBએ ભારતની આર્થિક વૃદ્ધિને લઈને પોતાના નવા અનુમાનમાં જણાવ્યું છે કે નજીકના સમયમાં કેટલીક મુશ્કેલીઓ છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહેશે. તેલના ભાવ, વધતો પરિવહન ખર્ચ અને મોંઘવારી જેવા પડકારો વચ્ચે પણ બેંકને વિશ્વાસ છે કે ભારત આગામી વર્ષોમાં ઝડપી ગ્રોથ હાંસલ કરી શકે છે. ADB અને IMFના અનુમાનમાં લગભગ 20 બેસિસ પોઈન્ટનો તફાવત જોવા મળી રહ્યો છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) બાદ હવે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ પણ ભારતની અર્થવ્યવસ્થાને લઈને પોતાના અનુમાન જાહેર કર્યા છે. બંને વૈશ્વિક સંસ્થાઓના આંકડાઓમાં તફાવત જોવા મળી રહ્યો છે. ADBનો અંદાજ ભારતની આર્થિક સ્થિતિને લઈને IMF કરતા થોડો વધારે સકારાત્મક છે. જોકે IMFએ પણ ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

FY2027માં ભારતનો ગ્રોથ 6.6% રહેવાનો અંદાજ

ADBએ પોતાના રિપોર્ટ ‘એશિયન ડેવલપમેન્ટ આઉટલુક’માં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2027માં ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વધી શકે છે. અગાઉ એપ્રિલમાં ADBએ ભારતની ગ્રોથ માટે 6.9 ટકાનો અંદાજ લગાવ્યો હતો. હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકના જણાવ્યા અનુસાર તેલની વધતી કિંમતો, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો અને તેની અસરથી ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.

IMF કરતા ADBનો અંદાજ વધારે

ભારતની આર્થિક વૃદ્ધિને લઈને IMF અને ADBના અનુમાનમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે. IMFએ નાણાકીય વર્ષ 2027 માટે ભારતની GDP ગ્રોથનો અંદાજ 6.4 ટકા રાખ્યો છે. બીજી તરફ ADBએ 6.6 ટકાનો અંદાજ આપ્યો છે. એટલે કે બંને સંસ્થાઓના અનુમાનમાં લગભગ 20 બેસિસ પોઈન્ટનો તફાવત છે. ADBને ભારતની અર્થવ્યવસ્થાની ગતિ પર IMF કરતા થોડો વધુ વિશ્વાસ જોવા મળી રહ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ CNG અને રસોઈ ગેસના ફરી વધશે ભાવ... ઈરાન-અમેરિકા વચ્ચે બગડ્યા હાલત

2028માં ગ્રોથ 7.3% સુધી પહોંચવાની આશા

ADBનું માનવું છે કે નાણાકીય વર્ષ 2028માં ભારતની આર્થિક વૃદ્ધિ ફરી તેજ થઈ શકે છે. બેંકે FY2028 માટે ભારતની ગ્રોથનો અંદાજ 7.3 ટકા રાખ્યો છે. આ અનુમાન તેના અગાઉના અંદાજ જેટલું જ છે. આ આંકડો IMFના 6.7 ટકાના અનુમાન કરતા પણ વધારે છે.

ગ્રોથને ટેકો આપશે આ પરિબળો

ADBના જણાવ્યા અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિને આગળ વધારવામાં કેટલાક મહત્વપૂર્ણ પરિબળો મદદરૂપ બની શકે છે.

  • વિદેશી મૂડી આકર્ષવા માટે નીતિ સુધારા
  • ફ્યુઅલ ટેક્સમાં ઘટાડો
  • ક્રેડિટ સપોર્ટમાં વધારો
  • સર્વિસ એક્સપોર્ટમાં મજબૂતી
  • સરકારી મૂડી ખર્ચમાં વધારો

આ કારણોથી દેશમાં રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી શકે છે.

મોંઘવારીનો અંદાજ વધારાયો

ADBએ ભારત માટે મોંઘવારીના અનુમાનમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2027માં મોંઘવારી દર 5.2 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ આ અંદાજ 4.5 ટકા હતો. એનર્જી અને ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારાને કારણે મોંઘવારી પર દબાણ રહેવાની શક્યતા છે. જોકે નાણાકીય વર્ષ 2028 માટે ADBએ મોંઘવારીનો અંદાજ 4 ટકા પર જ જાળવી રાખ્યો છે.

દક્ષિણ એશિયાના ગ્રોથમાં ઘટાડો

ADBએ દક્ષિણ એશિયાના 2026ના ગ્રોથના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે. અગાઉ 6.3 ટકાનો અંદાજ હતો જેને ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. બેંકના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લાંબા સમયના સંઘર્ષથી એનર્જી સપ્લાય અને વૈશ્વિક સપ્લાય ચેન પર અસર પડી છે. તેના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને આર્થિક ગતિવિધિઓ ધીમી પડી છે.

ભારત રહેશે સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ

ADBના અનુમાનમાં ઘટાડો થયો હોવા છતાં બેંકનું માનવું છે કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે. મજબૂત સ્થાનિક માંગ, સર્વિસ સેક્ટરની વૃદ્ધિ અને સરકારી રોકાણના કારણે ભારત આગામી વર્ષોમાં આર્થિક ગતિ જાળવી શકે છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asian Development Bank India GDP Growth IMF Forecast
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ