બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / નાનામવા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, પોલીસ કર્મચારીના પરિવાર પર હુમલો
Last Updated: 11:13 AM, 9 July 2026
રાજકોટ શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક સામાન્ય બાબતને લઈને શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં ખૂની ખેલમાં ફેરવાઈ ગઈ હતી. અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ હથિયારો ઉગામી ફાયરિંગ કરતાં 30 વર્ષીય કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના કાકા રહેન્દ્રસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ કાકા રહેન્દ્રસિંહ અને તેમના ભત્રીજા કૃષ્ણદીપસિંહ રાત્રિના સમયે મોકાજી સર્કલ નજીક વોકિંગ માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમના ઘર નજીક આવેલા એક પ્લોટમાં બેઠેલા કેટલાક શખ્સો સાથે બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલી આ ઘટના બાદ વાત એટલી વણસી ગઈ કે એક શખ્સે પોતાના પિતાને હથિયાર સાથે સ્થળ પર બોલાવી લીધો.
ADVERTISEMENT
આરોપ મુજબ પિતા રણજીત વાળા ચારથી પાંચ શખ્સો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન કૃષ્ણદીપસિંહ ઘરમાંથી બહાર નીકળતા જ તેમના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી વાગતા 30 વર્ષીય કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોતાના ભત્રીજાને બચાવવા વચ્ચે પડેલા કાકા રહેન્દ્રસિંહને પણ ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
આ ઘટનાની વધુ એક મહત્વની બાબત એ છે કે ઇજાગ્રસ્ત રહેન્દ્રસિંહના પુત્ર ગોપાલસિંહ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. પોલીસ કર્મચારીના પરિવાર પર જ જાહેરમાં ફાયરિંગ થતાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા, સામાન્ય વાતે ગોળીબારમાં 30 વર્ષીય યુવકનું મો*ત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2026
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક સામાન્ય બોલાચાલી બાદ ફાયરિંગ થતાં 30 વર્ષીય કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું છે,… pic.twitter.com/IbWHodGKmh
ADVERTISEMENT
ઘટના બાદ મૃતકના પરિવારજનોએ રણજીત વાળા, રાજવીર વાળા અને અભિમન્યૂ વાળા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજકોટમાં જાહેરમાં થયેલા આ ફાયરિંગ બાદ ફરી એકવાર શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચામાં આવી છે. સામાન્ય બોલાચાલી દરમિયાન હથિયારોનો ઉપયોગ કરી જીવલેણ હુમલો કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ તપાસમાં ઘટનાના તમામ પાસાઓ સામે આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ બનાવી છે અને CCTV સહિતના અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી ચાલુ રાખી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ડેટા સેન્ટર પોલિસી / ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.