બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાભા ગઢવીનો મોટો ખુલાસો, '2 કરોડની વાત મેં જાતે બનાવી હતી', ટ્રોલિંગ બાદ નિલેશ એરવાડીયા પર ગંભીર આરોપો
Last Updated: 10:28 AM, 9 July 2026
મોરબીના જેતપર આંદોલનને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા બાદ હકાભા ગઢવી ફરી એકવાર મીડિયા સમક્ષ આવ્યા અને સમગ્ર મામલે ખુલ્લેઆમ પોતાનો પક્ષ રજૂ કર્યો. વાયરલ થયેલી ઓડિયો ક્લિપ, નિલેશ એરવાડીયા સાથે જોડાયેલા આક્ષેપો અને પોતાના પર થયેલા આરોપોને લઈને તેમણે એક પછી એક અનેક મોટા દાવા કર્યા.
ADVERTISEMENT

ADVERTISEMENT
હકાભા ગઢવીએ જણાવ્યું કે નિલેશ એરવાડીયા ખોટો માણસ છે અને તેને લોકો સમક્ષ ખુલ્લો પાડવા માટે જ તેમણે ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ જો છાવણીનો કરોડો રૂપિયાનો સોદો થઈ જાય તો તેનો સીધો નુકસાન ખેડૂતોને ભોગવવું પડે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જ તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે વધુમાં દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 2 કરોડ રૂપિયાની વાત હકીકત નહોતી, પરંતુ નિલેશ એરવાડીયાને ખુલ્લા પાડવા માટે તેમણે જાતે જ આવી વાત બનાવી હતી. હકાભાના જણાવ્યા અનુસાર તેમણે ઇરાદાપૂર્વક એવી વાત પણ કરી હતી કે સરકારમાં તેમની વાત થઈ ગઈ છે, જેથી સમગ્ર મામલાની હકીકત બહાર આવી શકે.
ADVERTISEMENT
હકાભા ગઢવીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે નિલેશ એરવાડીયા સરકાર પાસેથી 25 કરોડ રૂપિયા લેવા માંગતો હતો. આ સમગ્ર બાબત લોકોને ખબર પડે અને સત્ય બહાર આવે તે માટે જ તેમણે ઓડિયો ક્લિપ વાયરલ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના કહેવા મુજબ આ પાછળ કોઈ વ્યક્તિગત લાભ કે પૈસાની લેવડદેવડનો પ્રશ્ન નહોતો. હકાભાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની કોઈપણ વ્યક્તિ સાથે પૈસાની કોઈ ડીલ થઈ નહોતી. તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટનામાં તેમનો હેતુ માત્ર નિલેશ એરવાડીયા જેવા લોકોને લોકો સમક્ષ ખુલ્લા પાડવાનો હતો. તેમણે કહ્યું કે જો તેઓ આ ઓડિયો ક્લિપ વાયરલ ન કરતા તો આ સમગ્ર બાબત ક્યારેય બહાર આવી ન હોત.
હકાભાએ કહ્યું, મારું ખરાબ કરનારા ઉપર મારી દીકરીઓ ઉપવાસ કરી રહી છે#Morbi #Jetpar #HakabhaGadhvi #Gujarat #Protest #Statement #VTVDigital pic.twitter.com/Ng27vNS9ws
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2026
ADVERTISEMENT
હકાભા ગઢવીએ જણાવ્યું કે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ શરૂઆતમાં એક જ દિવસમાં લોકો તેમના માટે તાળીઓ પાડી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. સોશિયલ મીડિયા પર તેમને ગદ્દાર કહેવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ અનેક ખોટી કોમેન્ટો કરવામાં આવી. તેમણે કહ્યું કે આ પ્રકારના ટ્રોલિંગથી તેમને અને તેમના પરિવારને ભારે માનસિક તકલીફ પડી છે.
ADVERTISEMENT
મોરબીના જેતપર આંદોલનને લઈને હકાભા ગઢવી ફરી સામે આવ્યા, જાણો શું કહ્યું ? #Morbi #Jetpar #HakabhaGadhvi #Gujarat #Protest #Politics #VTVDigital pic.twitter.com/GvCceE36CM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2026
ADVERTISEMENT
ભાવુક બનતા હકાભાએ જણાવ્યું કે તેમનું ખરાબ કરનારા લોકો સામે તેમની દીકરીઓ ઉપવાસ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે જે લોકોએ તેમના વિશે ખોટો પ્રચાર કર્યો છે અને તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેઓને ભગવાન યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે "મારું ખરાબ કરનારાઓનું ધનોત-પનોત નીકળી જશે." હકાભા ગઢવીએ વધુમાં ચેતવણી આપતા કહ્યું કે જો તેમને કોઈ મુશ્કેલી આવે, કોઈ અનિચ્છનીય ઘટના બને અથવા દવાખાનામાં જવું પડે તો લોકો સમજી લે કે તેની પાછળ કોઈ કારણ છે. તેમણે કહ્યું કે, "હું ચારણ ગઢવીનો દીકરો છું અને મારી માતાના આશીર્વાદ મારી સાથે છે."
મોરબીના જેતપર આંદોલન સાથે જોડાયેલા આ સમગ્ર વિવાદમાં હકાભા ગઢવીના નવા નિવેદન બાદ ચર્ચાઓ વધુ તેજ બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ, બે કરોડ રૂપિયાની વાત, નિલેશ એરવાડીયા પર લગાવાયેલા આરોપો અને ટ્રોલિંગ અંગે હકાભાએ કરેલા ખુલાસા બાદ હવે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં આ મુદ્દે અન્ય પક્ષ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.