ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તમે પણ બિલાડી પાળી છે તો જાણી લેજો આ સમાચાર નહીં તો... પાલતુ શ્વાન બાદ હવે બિલાડીને લઈ મોટો નિર્ણય

અમદાવાદ / તમે પણ બિલાડી પાળી છે તો જાણી લેજો આ સમાચાર નહીં તો... પાલતુ શ્વાન બાદ હવે બિલાડીને લઈ મોટો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 08:38 AM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Cat Registration : અમદાવાદમાં પાલતુ બિલાડી રાખતા હો તો ખાસ જાણો, હવે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ADVERTISEMENT

Ahmedabad Cat Registration : જો તમે અમદાવાદ શહેરમાં પાલતુ બિલાડી રાખો છો, તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. વાસ્તવમાંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે પાલતુ બિલાડીઓનું પણ નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાલતુ શ્વાન માટે પહેલેથી જ નોંધણી ફરજિયાત હતી, હવે આ નિયમ પાલતુ બિલાડીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે.

AMCના CNDC વિભાગે જાહેર કરેલી સૂચના મુજબ, અમદાવાદ શહેરની હદમાં રહેતા તમામ પેટ પેરેન્ટ્સે પોતાની પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરાવવું રહેશે. નોંધણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે, જેથી નાગરિકો સરળતાથી અરજી કરી શકે.

રજીસ્ટ્રેશન માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન નિર્ધારિત વિગતો ભરવાની સાથે જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. બિલાડીના રજીસ્ટ્રેશન માટે ₹200 ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે પાલતુ શ્વાન માટે નોંધણી ફી ₹2,000 રાખવામાં આવી છે. અરજી સાથે આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર, મિલકત કર (ટેક્સ) બિલ, વીજળીનું બિલ, અરજદારનો ફોટો, પાલતુ બિલાડીનો ફોટો તેમજ તેને રાખવામાં આવતી જગ્યાનો ફોટો અપલોડ કરવો જરૂરી રહેશે.

આ પણ વાંચો : સુરત પછી હવે રાજકોટની વારી? દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ

કોર્પોરેશનના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન અને લાગુ નિયમોના પાલનના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે. જો કોઈ નાગરિકને વધુ માહિતીની જરૂર હોય તો તેઓ AMCના વેટરનરી વિભાગનો સંપર્ક પણ કરી શકે છે. જો તમારા ઘરે પાલતુ બિલાડી છે, તો છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર રજીસ્ટ્રેશન કરાવી જરૂરી નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Pet Rules AMC Pet Registration Cat Registration Ahmedabad

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ