બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આગામી 7 દિવસ ગુજરાતને ઘમરોળશે વરસાદ, સમજો મેપ દ્વારા ક્યાં ક્યારે પડશે વરસાદ ?
8 ફોટો ગેલેરી
Last Updated: 12:19 PM, 9 July 2026
1/8
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં મેઘમહેર જમ્યા બાદ ગઇકાલે થોડી રાહત મળી હતી. ગઇકાલે લગભગ 60 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ તરફ હવે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે 7 દિવસની આગાહી કરવામાં આવી છે.
2/8
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ, પ્રદેશ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડી શકે છે .
3/8
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ વરસાદ પડશે. પ્રદેશ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં માં અલગ-અલગ સ્થળોએ તો સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે .
4/8
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે. આ સાથે પ્રદેશ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.
5/8
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ વરસાદ પડી શકે. પ્રદેશ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદ પડી શકે છે.
6/8
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ - વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ; સૌરાષ્ટ્રના જિલ્લાઓ - રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
7/8
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ - વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ; સૌરાષ્ટ્રના જિલ્લાઓ - પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
8/8
દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. (છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલી; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ-અને દીવ). ગુજરાત રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ