બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતમાં બારે મેઘ ખાંગા બાદ હવે રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર, આગામી 7 દિવસ...!

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / સુરતમાં બારે મેઘ ખાંગા બાદ હવે રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર, આગામી 7 દિવસ...!

Last Updated: 03:06 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat IMD Rain Forecast : આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના

1/5

photoStories-logo

1. હવામાન આગાહી

Gujarat IMD Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે,આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જોકે, કેટલાક વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ વરસાદની તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો ?

હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી ચાલુ ચોમાસા દરમિયાન 162.5 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન 178.7 મીમી વરસાદ થવો જોઈએ. એટલે કે, હાલ રાજ્યમાં સરેરાશની સરખામણીએ 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હવામાન વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. 11 અને 12 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. માછીમારોને સુરક્ષાના હિતમાં સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ

રાજ્યના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે અને છૂટાછવાયા વરસાદની સંભાવના પણ યથાવત રહેશે. હવામાન વિભાગે લોકોને સત્તાવાર આગાહીઓ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આજે ક્યાં પડશે વરસાદ ?

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ, પ્રદેશ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડી શકે છે .

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Gujarat Weather Update IMD Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ