બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'જોશ' વધારવા આયુર્વેદિક દવાની લોભામણી જાહેરાત, જાળમાં ફસાવી પડાવ્યા કરોડો રૂપિયા, CIDએ હાઈ-ટેક ગેંગ દબોચી
Last Updated: 08:31 PM, 10 July 2026
ગુજરાત સીઆઈડી ક્રાઈમની 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' ટીમે દેશભરમાં આયુર્વેદિક સેક્સ વેલનેસ પ્રોડક્ટ્સ વેચવાના બહાને ચાલતા એક અત્યંત સુનિયોજિત અને મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ અને તોડબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સીઆઈડીની ટીમે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટર પર દરોડો પાડીને સમગ્ર નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે દેશભરના આશરે 4,000 થી 5,000 લોકોને પોતાની જાળમાં ફસાવીને ધમકી અને બ્લેકમેલિંગ દ્વારા કરોડો રૂપિયા પડાવ્યા છે. આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના મુખ્ય સૂત્રધાર (કિંગપિન) દેવેન્દ્ર રાજા વત સહિત એક મહિલા અને અન્ય 5 મળીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અમદાવાદ અને ઉત્તર પ્રદેશમાં એકસાથે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર "100% ગેરંટીડ સેક્સ પાવર વધારો", "આયુર્વેદિક સારવાર" અને "પરફોર્મન્સ એન્હાન્સિંગ મેડિસિન" જેવી લોભામણી જાહેરાતો પાછળ રોજનો આશરે ₹30,000 જેટલો જંગી ખર્ચ કરતી હતી. જ્યારે કોઈ ગ્રાહક આ જાહેરાત જોઈને પૂછપરછ કરતો, ત્યારે કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ્સ પોતે ક્વાલિફાઇડ ડૉક્ટર કે મેડિકલ એક્સપર્ટ હોવાનો ઢોંગ કરીને તેમને આ નકલી હર્બલ દવાઓ ખરીદવા માટે મનાવી લેતા હતા. ઓર્ડર કન્ફર્મ થયા બાદ પાર્સલ કુરિયર અથવા પોસ્ટ મારફતે મોકલવામાં આવતું હતું.
ADVERTISEMENT
ખરો ખેલ પાર્સલની ડિલિવરી અને પેમેન્ટ થઈ ગયા પછી શરૂ થતો હતો. ગેંગના સાગરીતો નકલી પોલીસ ઓફિસર, ડૉક્ટર કે સરકારી અધિકારી બનીને ગ્રાહકોને ધમકીભર્યા ફોન કરતા હતા. તેઓ ડરાવતા હતા કે "તમે જે દવા મંગાવી છે તે પ્રતિબંધિત ડ્રગ્સ (નશીલો પદાર્થ) છે અને તમારી સામે ગુનો નોંધાયો છે. ગ્રાહકોને સાચું મનાવવા માટે તેઓ ગ્રાહકના ઘરના સરનામા મુજબના સ્થાનિક પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ વડા (SP)ના નામના નકલી FIRના કાગળો વોટ્સએપ પર મોકલતા હતા. સામાજિક બદનામી અને જેલના ડરથી ગભરાઈને નિર્દોષ લોકો કેસ રફા-દફા કરવા માટે ₹2,000 થી લઈને ₹1 લાખ સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દેતા હતા. એટલું જ નહીં, જે ગ્રાહકો પાર્સલ સ્વીકારવાની ના પાડતા, તેમને પણ જેલ ભેગા કરવાની ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવવામાં આવતા હતા.
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું કે આ આખું નેશનલ નેટવર્ક અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા 15 સીટર કોલ સેન્ટરથી ઓપરેટ થતું હતું. જપ્ત કરાયેલા કોમ્પ્યુટર્સમાંથી હજારો ગ્રાહકોનો ડેટાબેઝ મળી આવ્યો છે, જેનો ઉપયોગ ટાર્ગેટેડ માર્કેટિંગ અને ખંડણી માટે થતો હતો. આ ગેંગ પોતાનો વ્યાપ વધારવા માટે ઉત્તર પ્રદેશના બિધુનામાં પણ આવું જ બીજું એક કોલ સેન્ટર શરૂ કરવાની તૈયારીમાં હતી.
ADVERTISEMENT
દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઈમની ટીમે મોટી માત્રામાં ઈલેક્ટ્રોનિક સાધનો અને નકલી સામગ્રી જપ્ત કરી છે..
ADVERTISEMENT
'તન્વી એન્ટરપ્રાઈઝીસ', 'અસ્વાની આયુર્વેદ', 'ડીઆર આયુર્વેદ' અને 'આયુર્શક્તિ આયુર્વેદ' જેવી નકલી પેઢીઓના 5 રબર સ્ટેમ્પ, કોલર સ્ક્રિપ્ટ અને એનર્જી બૂસ્ટર દવાઓના 2 કાર્ટન.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IMDની ચેતવણી: ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનનું જોખમ
પોલીસને તપાસ દરમિયાન આરોપીઓના 14 બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં ₹5 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આ ખાતાઓ વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી અગાઉથી જ 6 ફરિયાદો નોંધાયેલી છે. હાલમાં, ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને આ રેકેટના નાણાકીય મૂળ સુધી પહોંચવા અને ભોગ બનેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.