બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / મિયાવાકીથી કેવી રીતે અલગ છે અમિત શાહનું વિઝન 'વન કવચ', ગોધાવીથી હરિયાળીનું સપનું થશે સાકાર
Last Updated: 05:54 PM, 10 July 2026
ગુજરાત સરકારે જાપાનની મિયાવાકી પદ્ધતિથી પ્રેરણા લઈને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ તૈયાર કરેલા 'વન કવચ' મોડેલને હવે રાજ્યભરમાં વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હરિયાળી લોકસભા અભિયાનના ભાગરૂપે અમદાવાદ નજીક ગોધાવી ગામમાં 100 હેક્ટરમાં ગુજરાતનું સૌથી મોટું 'મહા વન કવચ' વિકસાવવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્યના વન વિભાગ દ્વારા વર્ષ 2026-27 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 1,100 હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાંથી 600 હેક્ટર વિસ્તાર માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં 500 નવી 'વન કવચ' સાઇટ પણ તૈયાર કરવાની યોજના છે.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર, ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કુલ 82 વન કવચો તૈયાર કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અંદાજે 1.25 કરોડ રોપાઓનું વાવેતર થશે, જેમાંથી લગભગ 60 લાખ રોપાઓ વન કવચ મોડેલ હેઠળ વાવવામાં આવશે.
ADVERTISEMENT
વન કવચ ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલું એવું મોડેલ છે, જે જાપાનની મિયાવાકી પદ્ધતિને સ્થાનિક આબોહવા અને દેશી વૃક્ષોની જરૂરિયાત પ્રમાણે બદલવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિમાં એક ચોરસ મીટરમાં ત્રણથી પાંચ છોડ વાવવામાં આવે છે, જ્યારે વન કવચમાં લગભગ એક ચોરસ મીટરે એક જ વૃક્ષ વાવવામાં આવે છે. આથી વૃક્ષોને પૂરતો સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્ત્વો મળી રહે છે અને લાંબા ગાળે વધુ મજબૂત જંગલ વિકસે છે.
ADVERTISEMENT
વન કવચ મોડેલમાં સમગ્ર જમીન બદલવામાં આવતી નથી, પરંતુ માત્ર રોપણીના ખાડાની તૈયારી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દેશી વૃક્ષોની વિવિધ પ્રજાતિઓને ઉપરના, મધ્યમ અને નીચલા સ્તરે ગોઠવી કુદરતી જંગલ જેવી રચના ઉભી કરવામાં આવે છે. જેના કારણે પક્ષીઓ, પતંગિયાં, પરાગનયન કરતા જીવજંતુઓ અને અન્ય વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન વિકસે.
ADVERTISEMENT
આ પણ વાંચો- ગિફ્ટ સિટી હવે માત્ર ફાઇનાન્સ નહીં, ફૂડ એન્ડ બેવરેજનું પણ બનશે નવું ડેસ્ટિનેશન
ADVERTISEMENT
વન વિભાગનો દાવો છે કે વન કવચ મોડેલમાં માત્ર સ્થાનિક અને સ્વદેશી વૃક્ષ પ્રજાતિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ વૃક્ષો સ્થાનિક આબોહવામાં વધુ સારી રીતે વિકસે છે, ઓછા જતનની જરૂર પડે છે અને લાંબા ગાળે સ્વનિર્ભર ઇકોસિસ્ટમ તૈયાર કરે છે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા વન મહોત્સવ જેવા કાર્યક્રમોને વેગ આપતા આ પ્રોજેક્ટનો હેતુ કાર્બન શોષણ વધારવો, બગડેલી જમીનનું પુનઃસ્થાપન કરવું, જૈવવિવિધતા વધારવી અને આબોહવા પરિવર્તન સામે ગુજરાતને વધુ સક્ષમ બનાવવાનો છે. 'વન કવચ' મોડેલને રાજ્યમાં હરિયાળી વધારવા માટે એક મહત્વપૂર્ણ અને લાંબા ગાળાનો પર્યાવરણલક્ષી પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.