બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, હિંમતનગરમાં 1 અને ગોધરામાં 2 બાળકોનાં મોત

ગાંધીનગર / ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, હિંમતનગરમાં 1 અને ગોધરામાં 2 બાળકોનાં મોત

Vishal Khamar

Last Updated: 05:16 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ફરી ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં ફરી કેસ સામે આવ્યા છે. સરકાર તરફથી મળતી માહિતી મુજબ ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતાં આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ તેમજ પોઝિટિવ કેસોની માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગે સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને સારવારની કામગીરી વધુ તેજ કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોનાં મોત નોંધાયા છે, જ્યારે વધુ એક બાળક હાલમાં સારવાર હેઠળ છે.

બાળકોમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકોમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. મૃતકોમાં ગોધરા વિસ્તારના બે બાળકોનો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, રાજસ્થાનના એક બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.

એક બાળકમાં પણ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ

બીજી તરફ વિસનગરના એક બાળકમાં પણ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. બાળકને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ પ્રશાસન બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ શરૂ કર્યું

રાજ્યના આરોગ્ય વિભાગે સંભવિત સંક્રમણને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ શરૂ કર્યું છે. શંકાસ્પદ દર્દીઓની ઓળખ, આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર માટે વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સાથે જ લોકોને સ્વચ્છતા જાળવવા, બાળકોમાં તાવ, બેભાનપણું, આંચકા અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકની આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતામાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ તારીખે ખાબકશે ધોધમાર વરસાદ

આ વાયરસથી બચવા શું કરવું

વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Chandipura virus Chandipura virus Chandipura virus symptoms
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ