બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ચલણી સિક્કાની તંગી, પુરવઠો વધારવા ઉઠી માગ

હાલાકી / અમદાવાદમાં ચલણી સિક્કાની તંગી, પુરવઠો વધારવા ઉઠી માગ

Vishal Khamar

Last Updated: 07:32 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી રૂ. ૧, ૨, ૫ અને રૂ. ૧૦ના ચલણી સિક્કાની અછત રોજિંદા રોકડ વ્યવહારો માટે માથાનો દુખાવો બની રહી છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી રૂ. ૧, ૨, ૫ અને રૂ. ૧૦ના ચલણી સિક્કાની અછત રોજિંદા રોકડ વ્યવહારો માટે માથાનો દુખાવો બની રહી છે. શહેરનાં બજાર, શાકભાજી અને ફ્રૂટ માર્કેટ, ચા-નાસ્તાની લારીઓ, નાના વેપારીઓ તેમજ રોકડ આધારિત વ્યવસાય સાથે જોડાયેલા લોકો પરચૂરણના અભાવે ગ્રાહકો સાથે રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારી સંગઠનો અને વિવિધ વ્યાવસાયિક મંડળોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) અને બેન્કોને નાના ચલણી સિક્કાનો પુરવઠો : વધારવાની માગ કરી છે.

વેપારીઓનું કહેવું છે કે દૈનિક હજારો નાના વ્યવહારોમાં યોગ્ય પરચૂરણ ન : મળતાં ગ્રાહકો સાથે કારણ વગરની માથાકૂટ અને ચર્ચાઓ થાય છે. ઘણી વખત વેપારીઓને ચોકલેટ, ટોફી અથવા બાકી રકમ ઉધાર તરીકે સમાયોજિત કરવી પડે છે, જ્યારે કેટલાક ગ્રાહકો ડિજિટલ ચૂકવણી તરફ વળે છે. જોકે, હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં રોકડ વ્યવહારોનું પ્રમાણ નોંધપાત્ર હોવાથી નાના સિક્કાની જરૂરિયાત યથાવત્ છે.

ખાસ કરીને માણેકચોક, જમાલપુર, કાલુપુર, ઢાલગરવાડ અને શહેરના અન્ય પરંપરાગત બજારમાં રોજિંદાં ખરીદી-વેચાણ દરમિયાન પરચૂરણની સમસ્યા વધુ ગંભીર બની રહી હોવાનું જાણવા મળે છે જાહેર પરિવહન, પાર્કિંગ, નાના ખાણી-પીણીના ધંધા અને સ્થાનિક બજારોમાં પણ આ સ્થિતિની સીધી અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ મિયાવાકીથી કેવી રીતે અલગ છે અમિત શાહનું વિઝન 'વન કવચ', ગોધાવીથી હરિયાળીનું સપનું થશે સાકાર

વેપારી સંગઠનોનું માનવું છે કે બેન્કોમાં નાના ચલણી સિક્કાની ઉપલબ્ધતા વધારવામાં આવે અને નિયમિત પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે તો રોકડ વ્યવહારો સરળ બનશે. સાથે જ બેન્કો દ્વારા વેપારીઓને સરળતાથી સિક્કા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેવી પણ માગ ઊઠી છે. વેપારીઓનું કહેવું છે કે ડિજિટલ ચૂકવણીનો વ્યાપ વધ્યો હોવા છતાં નાના મૂલ્યના વ્યવહારોમાં ચલણી સિક્કાનું મહત્ત્વ આજે પણ એટલું જ છે અને તેની અછત સામાન્ય ગ્રાહકથી લઈને વેપારી સુધી દરેકને અસર કરી રહી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad coin shortage ₹2 coin shortage ₹1 coin shortage
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ