બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં ગબ્બરની ટોચ પર ધાર્મિક વિધિ માટે નવા દર લાગુ, ભક્તોએ કર્યો વિરોધ

બનાસકાંઠા / અંબાજીમાં ગબ્બરની ટોચ પર ધાર્મિક વિધિ માટે નવા દર લાગુ, ભક્તોએ કર્યો વિરોધ

Vishal Khamar

Last Updated: 07:11 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ગબ્બરની ટોચ પર ધાર્મિક સેવાઓ માટે દાન-ભેટના નવા 'ફિક્સ રેટ' જાહેર કરાતા મોટો વિવાદ સર્જાયો છે.

અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર ટોચ પર ધાર્મિક સેવાઓ માટે દાન-ભેટના નવા 'ફિક્સ રેટ' જાહેર કરાતા મોટો વિવાદ સર્જાયો છે. ટ્રસ્ટના નવા નિયમ મુજબ હવે ભક્તોએ ધ્વજારોહણ માટે રૂ. ૨,૧૦૦, સાંજની વિશેષ ધ્વજા માટે રૂ. ૫,૧૦૦, આનંદ ગરબા ધૂન માટે રૂ. ૧,૫૦૦, અન્નકૂટ માટે રૂ. ૨,૫૦૦ અને ફૂલના શણગાર માટે રૂ. ૫,૧૦૦ ચૂકવવા પડશે. આ નિર્ધારિત દરો લાગુ થતાં જ માઈભક્તોમાં ભારે રોષ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટ્રસ્ટના આ નિર્ણય સામે સંતો અને શ્રદ્ધાળુઓએ ખુલ્લી નારાજગી નોંધાવી છે. ચિત્રકૂટથી આવેલા સંત મોહનદાસ અને કાનપુરના શ્રદ્ધાળુ અજમેર સિંહે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભક્તો અહીં અતૂટ આસ્થા લઈને આવે છે, ત્યારે ભજન-કીર્તન કે સેવાઓ માટે રકમ વસૂલવી એ આસ્થાને વેપાર સાથે જોડવા સમાન છે.

સ્થાનિક ધાર્મિક આગેવાન સુનિલભાઈ બ્રહ્મભટ્ટે પણ વાંધો ઉઠાવતા કહ્યું કે, શાસ્ત્રોમાં માત્ર સ્વૈચ્છિક દાનનું જ મહત્વ દર્શાવાયું છે. હજારો કિલોમીટર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ માટે આર્થિક શરતો લાદવી યોગ્ય નથી, મંદિરનો વહીવટ ભક્તોના સ્વૈચ્છિક દાનથી જ ચાલવો જોઈએ અને ભક્તોની લાગણીને પ્રાધાન્ય મળવું જોઈએ.

બીજી તરફ, વધતા જતા વિરોધ વચ્ચે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ ટ્રસ્ટનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ દરો ભક્તોની સુવિધા, વ્યવસ્થિત આયોજન અને પૂજા-વિધિઓને વધુ નિયમિત બનાવવા માટે વ્યવસ્થાપક સમિતિ દ્વારા નક્કી કરાયા છે.

વહીવટદારના જણાવ્યા અનુસાર, દાન પેટે આવતી આ તમામ રકમ સીધી ટ્રસ્ટના સત્તાવાર બેંક ખાતામાં જમા થાય છે અને તેનો ઉપયોગ મંદિરના વિકાસ, જાળવણી અને અન્ય વહીવટી ખર્ચ માટે સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગિફ્ટ સિટી હવે માત્ર ફાઇનાન્સ નહીં, ફૂડ એન્ડ બેવરેજનું પણ બનશે નવું ડેસ્ટિનેશન

જોકે, ટ્રસ્ટની આ વહીવટી સ્પષ્ટતા છતાં ભક્તોમાં અસંતોષ યથાવત છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે મતભેદ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આસ્થાના પ્રતીક સમાન અંબાજી મંદિરમાં ધાર્મિક વિધિઓ માટે નક્કી કરાયેલા આ દરો શ્રદ્ધા પર ભારે પડશે કે પછી વહીવટી સુધારાનો ભાગ બની રહેશે, તે એક મોટો સવાલ છે. હાલ તો દાન-ભેટના આ નવા દરોએ આસ્થા અને વહીવટ વચ્ચે એક નવી જ ચર્ચાને જન્મ આપી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Arasuri Ambaji Trust Gabbar Hill
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ