બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગિફ્ટ સિટી હવે માત્ર ફાઇનાન્સ નહીં, ફૂડ એન્ડ બેવરેજનું પણ બનશે નવું ડેસ્ટિનેશન

ગાંધીનગર / ગિફ્ટ સિટી હવે માત્ર ફાઇનાન્સ નહીં, ફૂડ એન્ડ બેવરેજનું પણ બનશે નવું ડેસ્ટિનેશન

Vishal Khamar

Last Updated: 05:32 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેટમાં ઘટાડો, વિશેષ ફી નાબૂદ કરવી અને દારૂ પીરસવાના નિયમોમાં અપાયેલી છૂટછાટના કારણે ગિફટ સિટી હવે ફૂડ એન્ડ બેવરેજ (F&B) ઉદ્યોગ માટે ઝડપથી નવા કેન્દ્ર તરીકે ઊભરી રહી છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અહીં પોતાનો વ્યવસાય શરૂ કરવાની તૈયારીમાં છે.

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (NRAI) દ્વારા 19 અને 20 ઓગસ્ટે ગિફટ સિટીમાં નેશનલ ફૂડ ડિલિવરી સમિટ યોજાશે. દેશભરમાંથી અંદાજે ૧,૫૦૦ બ્રાન્ડ્સ તેમાં ભાગ લેશે. ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત આ સમિટ માટે ગિફટ સિટીની પસંદગી સંગઠિત ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રના વધતા રસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

NRAI ગુજરાતના ચેરમેન આનલ કોટકના જણાવ્યા મુજબ ગુજરાતની દારૂબંધીની નીતિના કારણે અગાઉ ઘણી મોટી બ્રાન્ડ્સ રાજ્યમાં આવતી નહોતી, પરંતુ ગિફટ સિટીમાં નિયમો સરળ બનતા અને કરમાં રાહત મળતાં હવે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અહીં કામગીરી શરૂ કરવા વિચારી રહી છે.

સમિટ દરમિયાન ગિફટ સિટીના અધિકારીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ ફૂડ એન્ડ બેવરેજ બ્રાન્ડ્સ સાથે સીધી ચર્ચા કરશે. ગિફટ સિટીની

આધુનિક સુવિધાઓ, બજારની સંભાવનાઓ અને રોકાણની તકો અંગે માહિતી આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ ઓર્ગેનાઈઝ્ડ ડાઇનિંગ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન અને ફૂડ ડિલિવરી ક્ષેત્રની બ્રાન્ડ્સ માટે ગિફટ સિટી આકર્ષક કેન્દ્ર બની રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, હિંમતનગરમાં 1 અને ગોધરામાં 2 બાળકોનાં મોત

ગિફટ સિટીના અધિકારીઓનું માનવું છે કે જાણીતી ફૂડ એન્ડ બેવરેજ બ્રાન્ડ્સના આગમનથી સામાજિક અને લાઈફસ્ટાઈલ સંબંધિત માળખાકીય સુવિધાઓનો વધુ વિકાસ થશે, જે નાણાકીય જિલ્લામાં વૈશ્વિક પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GIFT City F&B Industry Food and Beverage
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ