ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / TMC ના ત્રણેય પૂર્વ સાંસદો BJP માં જોડાયા, ભાજપે કલાકોમાં જ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર

નેશનલ / TMC ના ત્રણેય પૂર્વ સાંસદો BJP માં જોડાયા, ભાજપે કલાકોમાં જ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર

Published By: Pravin Joshi

Last Updated: 12:26 AM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી રાજીનામું આપનારા ત્રણ પૂર્વ રાજ્યસભા સાંસદો આજે ભાજપમાં જોડાયા છે અને પક્ષે તેમને પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

ADVERTISEMENT

પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માંથી તાજેતરમાં જ રાજીનામું આપનારા ત્રણેય પૂર્વ રાજ્યસભા સાંસદો સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થઈ ગયા છે. આ નેતાઓએ ભાજપ ભગવો ધારણ કરતાની સાથે જ પક્ષે તેમને બંગાળમાં ખાલી પડેલી ત્રણ રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણી માટે પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે.

આ ત્રણેય દિગ્ગજ નેતાઓએ આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. ભાજપમાં જોડાનારા આ મોટા ચહેરાઓમાં સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બડાઈક સામેલ છે. મહત્વનું છે કે, આ નેતાઓએ ભાજપમાં જોડાતા પહેલા જ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ બેઠકો ખાલી થઈ હતી. હવે આ જ ત્રણેય નેતાઓ ફરી એકવાર ભાજપના પ્રતીક પર ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.

સુખેન્દુ શેખર રાયનો મમતા બેનર્જી પર આકરો પ્રહાર

ભાજપનું સભ્યપદ લીધા બાદ પૂર્વ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ટીએમસી સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે મતદાનની ટકાવારી પર સવાલ ઉઠાવતા કહ્યું, "જેમ કે અમારા અધ્યક્ષે આ ચૂંટણી અંગે નોંધ્યું છે, ભારતના કોઈપણ રાજ્યમાં ભાગ્યે જ ક્યારેય 96-97% મતદાન થયું હોય. મમતા બેનર્જી હવે રાજકીય રીતે ખતમ થઈ ગયા છે; તેમની પાર્ટીની રમત હવે પૂરી થઈ ચૂકી છે. તેથી હવે તેમના પર વધુ ચર્ચા કરવી બિલકુલ નકામી છે. સુખેન્દુ રાયે બંગાળના પછાતપણા માટે સીધા જ રાજ્ય સરકારના વલણને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, "બાકીના રાજ્યોમાં સત્તાધારી અને વિપક્ષી પક્ષો સામાન્ય રીતે વિકાસ, પ્રગતિ કે કોઈ ખાસ એજન્ડાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે સાથે મળીને જાય છે. પરંતુ અહીં અમારું આખું ધ્યાન બંધ, હડતાલ અને સરઘસો દ્વારા માત્ર કેન્દ્રનો વિરોધ કરવા પર જ રહ્યું છે."

આ પણ વાંચોઃ વિશ્વ / મેલબોર્નમાં મોદીની ધમાકેદાર એન્ટ્રી! હજારો ભારતીયોએ કર્યું ઐતિહાસિક સ્વાગત, માર્વેલ સ્ટેડિયમ બન્યું 'મિની ઇન્ડિયા'

'બંગાળની ત્રણ પેઢી બરબાદ થઈ, અમે માત્ર ચોરીમાં વ્યસ્ત હતા'

તત્કાલીન મમતા સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા સુખેન્દુએ જણાવ્યું હતું કે, આ પ્રકારની નકારાત્મક રાજનીતિના કારણે બંગાળની 3 પેઢીઓ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ. જેમને પણ તક મળી, તેઓ રાજ્ય છોડીને ભાગી ગયા. જ્યારે ભારતના મોટાભાગના રાજ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિકસિત ભારતના વિઝન અને રોડમેપ પર આગળ વધી રહ્યા હતા, ત્યારે અમે અહીં માત્ર ચોરી કરવામાં વ્યસ્ત હતા. તેમણે વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે, અમે લૂંટારુઓ અને બળાત્કારીઓને બચાવી રહ્યા હતા. સ્વાભાવિક છે કે આવી ભ્રષ્ટ વ્યવસ્થા એક દિવસ તૂટી પડવાની જ હતી. હવે બંગાળ આ ડરના માહોલમાંથી સંપૂર્ણપણે આઝાદ થઈ ચૂક્યું છે. સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં હવે પાર્ટીના જાહેરનામાના વાયદા મુજબ બહુ ઝડપથી કામ શરૂ થઈ ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BengalPolitics RajyaSabhaByPolls BJP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ