બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ઊંઝામાં ભેળસેળિયાઓ પર તૂટી પડી સરકાર: વરિયાળીને લીલીછમ કરવા કેમિકલ કલરનું મોટું કૌભાંડ પકડાયું
Last Updated: 11:57 PM, 9 July 2026
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી માટે મિલાવટખોરો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સીધી સૂચના અને નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તંત્રએ મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ખાતે દરોડા પાડીને કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ.19.6 લાખની બજાર કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
આ સફળ ઓપરેશન અંગે વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉનાવા ખાતે બે અલગ-અલગ શંકાસ્પદ ગોડાઉન પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વેપારીઓ વરિયાળીને બજારમાં વધુ પડતી લીલી અને ગ્રાહકોને આકર્ષક બતાવવા માટે તેમાં જોખમી કેમિકલયુક્ત અખાદ્ય કલરનું મિશ્રણ કરતા હતા. આ કેમિકલયુક્ત વરિયાળી લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે તેમ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિભાગ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં નીચેની બે પેઢીઓ ગેરકાયદે પ્રવૃત્તિ કરતી ઝડપાઈ ગઈ હતી:
ADVERTISEMENT
ચોંકાવનારી બાબત એ છે કે, આ બંને આસામીઓ પાસે ખાણી-પીણીની વસ્તુઓના પ્રોસેસિંગ કે ઉત્પાદન માટે અનિવાર્ય એવું જરૂરી 'ફૂડ સેફ્ટી લાઈસન્સ' પણ નહોતું. લાઈસન્સ વિના જ તેઓ આ આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
ADVERTISEMENT
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ સ્થળ પર હાજર અખાદ્ય કલરવાળી વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના મેળવ્યા છે, જેને સત્તાવાર વિશ્લેષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રએ સ્થળ પરથી ૨૬ ટન જેટલો તમામ લુઝ જથ્થો સીઝ કરીને બંને જવાબદાર વેપારીઓ સામે કાયદેસરની કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ વિશ્વ / મેલબોર્નમાં મોદીની ધમાકેદાર એન્ટ્રી! હજારો ભારતીયોએ કર્યું ઐતિહાસિક સ્વાગત, માર્વેલ સ્ટેડિયમ બન્યું 'મિની ઇન્ડિયા'
ADVERTISEMENT
આરોગ્ય મંત્રીએ મિલાવટખોરોને કડક શબ્દોમાં ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ ગેરકાયદે કામ કરનારા અને ભેળસેળિયાઓ સામે આ ચેકિંગ ઝુંબેશને વધુ તેજ અને કડક બનાવવામાં આવશે જેથી કરીને બજારમાંથી નકલી ખાદ્યપદાર્થોના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.