ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપનો ઉમેદવાર જાહેર, જાણો કોણ છે સતીષ પટેલ?

વડોદરા / માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપનો ઉમેદવાર જાહેર, જાણો કોણ છે સતીષ પટેલ?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:09 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manjalpur ByElection : વડોદરાની માંજલપુર વિધાનાસભાની પેટાચૂંટણીના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.

ADVERTISEMENT

Vadodara News: વડોદરાની માંજલપુર વિધાનાસભાની પેટાચૂંટણીના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. બીજેપીએ આ બેઠક પર સતીષ પટેલને ઉતાર્યા છે. આ બેઠક પર પેટાચૂંટણીનું 30 જુલાઈએ મતદાન યોજાનાર છે. તેમજ 3 ઓગસ્ટે મતગણતરી થશે. નોધનીય છે કે, માંજલપુર વિધાનાસભાની બેઠક યોગેશ પટેલના નિધનથી ખાલી પડી છે.

ભારતના ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 14 જુલાઈએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.

સતીષ પટેલની સંગઠનમાં સક્રિય ભૂમિકા

સતીષભાઈ પટેલ વર્ષોથી વડોદરા શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સંગઠનના પાયાના કાર્યકર તરીકે તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી છે અને કાર્યકરો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. માંજલપુર સહિત વડોદરાના સ્થાનિક રાજકારણમાં તેમની મજબૂત હાજરી અને સંગઠનાત્મક કુશળતાને કારણે તેઓ પાર્ટીમાં સર્વસ્વીકૃત ચહેરા તરીકે ઓળખાય છે.

ભાજપે આ બેઠક માટે સતીષભાઈના નામની પસંદગી કરીને સ્થાનિક નેતૃત્વ અને સંગઠનને પ્રાથમિકતા આપી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, વિવિધ નામોની ચર્ચા વચ્ચે અંતે સંગઠનમાં તેમની સ્વીકાર્યતા, સ્થાનિક પકડ અને વિવાદોથી દૂર રહીને કામ કરવાની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી સમિતિએ તેમના નામને મંજૂરી આપી છે.

માંજલપુર બેઠક વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ રહી છે. સ્વ. યોગેશ પટેલ સતત આ બેઠક પરથી વિજય મેળવતા આવ્યા હતા અને વિસ્તારમાં તેમની આગવી ઓળખ હતી. હવે તેમના અવસાન બાદ આ રાજકીય વારસાને જાળવી રાખવાની અને મતદારોનો વિશ્વાસ યથાવત્ રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી સતીષભાઈ પટેલના શિરે આવી છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વડોદરા / બોલો, વડોદરામાં ચોર બાળકોનો ગુલ્લક ચોરી ગયા! નમન રેસિડેન્સીમાં ફરી ચોરી

શા માટે યોજાઈ રહી છે પેટાચૂંટણી?

માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેઓ લાંબા સમયથી વડોદરાની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા અને સતત અનેક વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધન બાદ ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક માટે હવે પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manjalpur Assembly Seat BJP Manjalpur Bypoll

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ